________________
એકયાસીથી નેવું સમવાય
ભાગ, પશ્ચિમી ભાગ, ઉત્તરી ભાગ પ્રાપ્ત થાય છે. લવણ સમુદ્રની અંદર બેતાલીસ હજાર યોજનના અંતરે પૂર્વમાં વેલંધર નાગરાજનો ગોરૂપ પર્વત દક્ષિણમાં દકાવભાસ પર્વત પશ્ચિમમાં શંખ પર્વત અને ઉત્તરમાં દકસીમ નામના આવાસ પર્વતો અવસ્થિત છે, તેથી મંદર પર્વતના પૂર્વી, દક્ષિણી, પશ્ચિમી અને ઉત્તરી અંતિમ ભાગથી ઉપર્યુકત બંને અંતરોને જોડવાથી (૪૫૦૦૦+૪૨૦૦૦ = ૮૭૦૦૦) સત્યાસી હજાર યોજનનું અંતર સિદ્ધ થાય છે.
१६ छण्हं कम्मपगडीणं आइम-उवरिल्लवज्जाणं सत्तासीइं उत्तरपगडीओ पण्णत्ताओ ।
૨૨૯
महाहिमवंत कूडस्स णं उवरिल्लाओ चरिमंताओ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते एस णं सत्तासीइं जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते । एवं रुप्पिकूडस्स वि ।
ભાવાર્થ :- પહેલા જ્ઞાનાવરણીય અને અંતિમ અંતરાય કર્મને છોડીને શેષ છ કર્મ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિઓ (૯+૨+૨૮+૪+૪૨+૨ = ૮૭) સત્યાસી થાય છે.
મહાહિમવંત ફૂટના ઉપપરમ ચરમાંત ભાગથી સૌગન્ધિક કાંડના અધસ્તન ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર સત્યાસી સો યોજન (૮૭૦૦) છે. તે રીતે રુક્મી ફૂટના ઉપરી ભાગથી સૌગન્ધિક કાંડના અધસ્તન ભાગનું અંતર પણ સત્યાસી સો યોજન છે.
વિવેચન :
રત્નપ્રભાનરકપૃથ્વીના સમતળ ભાગથી સૌગન્ધિક કાંડ આઠ હજાર યોજન નીચે છે તથા રત્ન પ્રભાના સમતળભાગથી બસો યોજન ઊંચો મહાહિમવંત વર્ષધર પર્વત છે. તેની ઉપર મહાહિમવંત ફૂટ છે, તેની ઊંચાઈ પાંચસો યોજન છે. એ ત્રણેયને જોડવા પર (૮૦૦૦+૨૦૦+૫૦૦ = ૮૭૦૦) ૮૭૦૦ યોજનનું અંતર થાય છે. એવી રીતે રુક્મી વર્ષધર પર્વત બસો યોજન અને તેની ઉપરનો રુકમી ફૂટ પાંચસો યોજન ઊંચો છે તેથી રુક્મી ફૂટના ઉપરના ભાગથી સૌગન્ધિક કાંડની નીચે સુધીનું અંતર ૮૭૦૦ યોજન થાય છે.
અઠયાસીમું સમવાય :
१७ एगमेगस्स णं चंदिम-सूरियस्स अट्ठासीइं अट्ठासीइं महग्गहा परिवारो पण्णत्तो ।
दिट्ठिवायस्स णं अट्ठासीइं सुत्ताई पण्णत्ताई, तं जहा - उज्जुसुयं परिणयापरिणयं एवं जाव अट्ठासीइं सुत्ताणि भाणियव्वाणि जहा गंदी ।
मंदरस्स णं पव्वयस्स पुरच्छिमिल्लाओ चरिमंताओ गोथूभस्स