________________
| ૨૩૦ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
आवासपव्वयस्स पुरच्छिमिल्ले चरिमंते एस णं अट्ठासीई जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । एवं चउसु वि दिसासु णेयव्वं । ભાવાર્થ :- પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં અધ્યાસી અઠયાસી મહાગ્રહ છે.
દષ્ટિવાદ નામના બારમા અંગના સૂત્ર નામના બીજા ભેદમાં અયાસી સૂત્ર છે, જેમ કે– ઋજુ સૂત્ર પરિણતા પરિણત સૂત્ર, એવી રીતે યાવત્ નંદી સૂત્રમાં કથિત અઠ્યાસી સૂત્ર કહેવાં જોઈએ.
મદર પર્વતના પૂર્વી ચરમાંત ભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચરમતનું મધ્યવર્તી અંતર અદ્યાસી હજાર (૮૮000) યોજન છે. તે રીતે ચારે ય દિશાઓમાં આવાસ પર્વતોનું અંતર જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુતમાં મેરુ પર્વત અને ગોસ્તૂપ આવાસ પર્વતોના પૂર્વી ચરમાત્ત વચ્ચેનું ૮૮ હજાર યોજનનું અંતર છે અને સત્યાવીસમાં સમવાયમાં મેરુ પર્વત અને ગોસ્તુપ પર્વતના પશ્ચિમી ચરમાંતનું ૮૭૦૦૦ યોજનનું અંતર કહ્યું છે, તેમાં કોઈ વિરોધ આપતો નથી. આ આવાસ પર્વતોની પહોળાઈ ૧000 યોજન છે. તે ઉમેરીને પ્રસ્તુતમાં કથન છે. ૪૫000 જંબૂદ્વીપના + ૪૨૦૦૦ લવણસમુદ્રમાં આવાસ પર્વતદૂર + ૧000 યોજન આવાસ પર્વતનો વિસ્તાર. કુલ અઠયાવીસ હજાર (૪૫000+ ૪૨000 + 1000 = ૮૮૦૦૦) યોજનની દૂરી મેરુપર્વતના પૂર્વી ચરમાંતથી આવાસ પર્વતોના પૂર્વ ચરાંતની છે. તે જ રીતે ચારે દિશામાં અંતર સમજવું. |१८ बाहिराओणं उत्तराओ कट्ठाओ सूरिए पढम छम्मासं अयमाणे चोयालीसइमे मंडलगए अट्ठासीइ इगसट्ठिभागे मुहुत्तस्स दिवसखेत्तस्स णिवुड्डेत्ता रयणिखेत्तस्स अभिणिवतॄत्ता सूरिए चारं चरइ । दक्खिणकट्ठाओ णं सूरिए दोच्च छम्मासं अयमाणे चोयालीसइमे मंडलगए अट्ठासीइ इगसट्ठिभागे मुहुत्तस्स रयणिखेत्तस्स णिवुड्ढेत्ता दिवसखेत्तस्स अभिणिवतॄत्ता णं सूरिए चारं चरइ । ભાવાર્થ –ઉત્તર દિશાથી બહાર જતાં સૂર્ય પ્રથમ છ માસમાં ચુમ્માલીસમા મંડલ પર પરિભ્રમણ કરે, ત્યારે મહર્તિના એકસઠિયા અઠ્યાસી ભાગ દિવસ ક્ષેત્રને (દિવસને) ઘટાડીને અને રાત્રિના ક્ષેત્ર (રાત)ને વધારીને સંચાર કરે છે. એવી રીતે દક્ષિણ દિશાથી (ઉત્તર દિશા તરફ) અંદર આવતા સૂર્ય બીજા છ મહિનામાં ચુમ્માલીસમા મંડલ પર પરિભ્રમણ કરે ત્યારે મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ રાત્રિ ક્ષેત્ર(રાત)ને ઘટાડીને અને દિવસ ક્ષેત્ર(દિવસ)ને વધારીને સંચાર કરે છે. વિવેચન :
સૂર્યના સર્વાત્યંતર મંડળથી ક્રમશઃ પરિભ્રમણ કરતા સર્વ બાહ્ય મંડળ સુધી પહોંચે ત્યાં સુધીના