________________
૨૨૮_|
શ્રી સમવાયાંગ સૂત્ર
બીજી નરક પૃથ્વીના મધ્યભાગથી બીજા ઘનોદધિના અધસ્તન ચરમાન્ત ભાગનું મધ્યવર્તી અંતર ક્યાંસી હજાર (૮૬,૦૦૦)યોજન છે. વિવેચન :
બીજી શર્કરાપુથ્વી એક લાખ બત્રીસ હજાર(૧,૩૨,000) યોજન જાડી છે, તેનો અર્ધો ભાગ છાંસઠ હજાર(બ્દ,000) યોજન પ્રમાણ છે. તે પૃથ્વીની નીચેનો ઘનોદધિ વીસ હજાર યોજન જાડો છે માટે બીજી પૃથ્વીના બરાબર મધ્ય ભાગથી બીજા ઘનોદધિનો અંતિમ ભાગ (૬૪000+૨૦,૦૦૦ = ૮૬,૦૦૦) છયાસી હજાર યોજનાનું અંતર છે.
સત્યાસીમું સમવાય :|१५ मंदरस्स णं पव्वयस्स पुरथिमिल्लाओ चरमंताओ गोथूभस्स आवासपव्वयस्स पच्चत्थिमिल्ले चरमंते एस णं सत्तासीई जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । मंदरस्स णं पव्वयस्स दक्खिणिल्लाओ चरमंताओ दओभासस्स आवासपव्वयस्स उत्तरिल्ले चरमंते एस णं सत्तासीई जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । मंदरस्स पच्चत्थिमिल्लाओ चरमंताओ संखस्सआवासपव्वयस्स पुरथिमिल्ले चरमंते एस णं सत्तासीई जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । मंदरस्स उत्तरिल्लाओ चरमंताओ दगसीमस्स आवासपव्वयस्स दाहिणिल्ले चरमंते एस णं सत्तासीई जोयणसहस्साइ अबाहाए अतरे पण्णत्ते।
ભાવાર્થ :- મંદર પર્વતના પૂર્વી ચરમાન્ત ભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્ત ભાગ સુધીનું મધ્યવર્તી અંતર સત્યાસી હજાર(૮૭,000) યોજન છે. મંદિર પર્વતના દક્ષિણી ચરમાન્ત ભાગથી દકાવભાસ આવાસ પર્વતના ઉત્તરી ચરમાત્ત ભાગ સુધીનું મધ્યવર્તી અંતર સત્યાસી હજાર યોજન છે. મન્દર પર્વતના પશ્ચિમી ચરમાન્તથી શંખ આવાસ પર્વતના પૂર્વી ચરમાત્ત ભાગ સુધીનું મધ્યવર્તી અંતર સત્યાસી હજાર યોજન છે. મંદર પર્વતના ઉત્તરી ચરમાત્તથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણી ચરમાન્ત ભાગ સુધીનું મધ્યવર્તી અંતર સત્યાસી હજાર યોજન છે.
વિવેચન :
મંદર પર્વત જંબૂદ્વીપના મધ્ય ભાગમાં અવસ્થિત છે અને તે ભૂમિતળ પર દશ હજાર યોજનના વિસ્તારવાળો છે. મેરુ પર્વતના આ વિસ્તારને જંબૂદ્વીપના એક લાખ યોજનમાંથી ઘટાડતાં નેવું હજાર યોજન શેષ રહે છે. તેનું અર્ધ પિસ્તાલીસ હજાર(૪૫,000) યોજન પર જંબુદ્વીપનો પૂર્વ ભાગ, દક્ષિણી