________________
[ રરર |
શ્રી સમવાયાંગ સૂત્ર
વિવેચન :
રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ અથવા વિભાગ છે. ખરકાંડ, પંકકાંડ અને અપૂબહુલ કાંડ. તેમાંથી ખરકાંડના સોળ ભાગ છે. (૧) રત્ન કાંડ (૨) વજ કાંડ (૩) વૈડૂર્ય કાંડ (૪) લોહિતાક્ષ કાંડ (૫) મસારગલ્લા કાંડ (૬) હંસગર્ભ કાંડ (૭) પુલક કાંડ (૮) સૌગંધિક કાંડ (૯) જયોતિરસ કાંડ (૧૦) અંજન કાંડ (૧૧) અંજનપુલકકાંડ(૧૨) રજતકાંડ (૧૩) જાતરૂપ કાંડ (૧૪) અંક કાંડ (૧૫) સ્ફટિક કાંડ અને (૧૬) રિષ્ટ કાંડ. આ દરેક કાંડ એક એક હજાર યોજનની જાડાઈવાળા છે. અહીં આઠમા સૌગંધિક કાંડનો અધસ્તનનો ભાગ વિવક્ષિત છે. જે રત્નપ્રભા પૃથ્વીના ઉપરિમ ભાગથી આઠ હજાર યોજન છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરિમ ભાગથી મહાહિમવંત વર્ષધર પર્વતનો ઉપરિમભાગ બસો યોજન છે. આ રીતે બન્નેને મેળવીને (૮૦૦૦+૨૦૦ = ૮૨૦૦) વ્યાસીસો યોજનાનું અંતર મહાહિમવંતપર્વતના ઉપરી ભાગથી સૌધિક કાંડના અધસ્તનભાગ સુધીનું સિદ્ધ થઈ જાય છે. રુક્ષ્મી વર્ષધર પર્વત પણ બસો યોજન ઊંચો છે. તેના ઉપરી ભાગથી ઉક્ત સૌગન્ધિક કાંડનો અધિસ્તન ભાગ પણ વ્યાંસીસો (૮૨00) યોજનના અંતરવાળો છે.
ત્યાસીમું સમવાય :[५ समणे भगवं महावीरं बासीइ राइदिएहिं वीइक्कंतेहिं तेयासीइमे राइदिए वट्टमाणे गब्भाओ गब्भं साहरिए ।
सीयलस्स णं अरहओ तेसीइगणा तेसीइ गणहरा होत्था । थेरे णं मंडियपुत्ते तेसीइं वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
उसभे णं अरहा कोसलिए तेसीई पुव्वसयसहस्साई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता णं अगाराओ अणगारियं पव्वइए ।
भरहे णं राया चाउरंतचक्कवट्टी तेसीई पुव्वसयसहस्साई अगारमज्झे वसित्ता जिणे जाए केवली सव्वण्णू सव्वभावदरिसी ।
ભાવાર્થ :-શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વ્યાસી રાત દિવસ વ્યતીત થઈ ગયા પછી ત્યાંસીમી રાત્રિએ દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહત કરવામાં આવ્યા.
- શીતલ અરિહંતના સંઘમાં ત્યાંસી ગણ અને ત્યાંસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર ત્યાંસી વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખોથી રહિત થયા.
કૌશલિક ઋષભ અરિહંત ત્યાસી લાખ પૂર્વ વર્ષ આગારવાસમાં રહીને, મુંડિત થઈ, ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગારધર્મમાં પ્રવ્રજિત થયા.