SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ એકયાસીથી નેવું સમવાય [ ૨૨૧ ] આગમની આજ્ઞા અનુસાર આત્મારાધનામાં વ્યતીત કરે છે. | २ | कुंथुस्स णं अरहओ एक्कासीई मणपज्जवणाणिसया होत्था । विवाहपण्णत्तीए एकासीई महाजुम्मसयया पण्णत्ता । ભાવાર્થ – કુંથુ અરિહંતના સંઘમાં એક્યાસીસો (૮૧૦૦) મન:પર્યવજ્ઞાની હતા. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં એક્યાસી મહાયુગ્મશતક છે. ચાસીમું સમવાય :| ३ जंबुद्दीवे णं दीवे बासीयं मंडलसयं जं सूरिए दुक्खुत्तो संकमित्ताणं चारं चरइ, तं जहा-णिक्खममाणे य पविसमाणे य । ભાવાર્થ – આ જંબૂદ્વીપમાં સૂર્ય એકસો બ્યાસી મંડલમાં બે વાર સંક્રમણ કરીને સંચાર કરે છે, યથા એક વખત નીકળતા સમયે બીજી અને વખત પ્રવેશ કરતા સમયે. વિવેચન : - સૂર્યના પરિભ્રમણના મંડલ (૧૮૪) એકસો ચોર્યાસી છે. દક્ષિણાયનમાં સૂર્ય સર્વાત્યંતર મંડળ થી સર્વબાહ્ય મંડળ તરફ ક્રમશઃ ગમન કરે છે. ઉત્તરાયણમાં સૂર્ય સર્વબાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ક્રમશઃ ગમન કરે છે. આ પ્રકારના પરિભ્રમણમાં સૂર્ય સર્વાત્યંતર અર્થાત્ પ્રથમ અને સર્વબાહ્ય અર્થાત્ અંતિમ મંડલ પર એક એક વખત સંચાર કરે છે અને બાકીના બધાં મંડલો પર બે બેવાર સંચાર કરે છે. એક વખત ઉત્તરાયણમાં અંદર પ્રવેશ કરતાં અને બીજી વખત દક્ષિણાયનમાં બહાર નીકળતાં સમયે. |४ समणे णं भगवं महावीरे बासीए राइदिएहिं वीइक्कंतेहिं गब्भाओ गब्भं साहरिए । ___ महाहिमवंतस्स णं वासहरपव्वयस्स उवरिल्लाओ चरिमंताओ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते एस णं बासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । एवं रुप्पिस्स वि । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વ્યાસી રાત્રિ વ્યતીત થવા પર દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભથી ત્રિશલા માતાની કુક્ષીએ ગર્ભમાં સંહત કરવામાં આવ્યા. મહાહિમવંત વર્ષધર પર્વતના ઉપરી અરમાન્ત ભાગથી સૌગંધિક કાંડના અધતન ચરમાત્ત ભાગનું મધ્યવર્તી અંતર બાંસી સો (૮૨00) યોજન છે. તે રીતે રુક્ષ્મી પર્વતનું અંતર પણ જાણી લેવું જોઈએ.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy