________________
૨૨૦
શ્રી સમવાયાંગ સૂત્ર
- એક્યાસીથી નેવું સમવાય – zzzzzzzzzzzzz
સમવાય સાર :
પ્રસ્તુતમાં એકયાસીથી નેવું સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા–એક્યાસીમા સમવાયમાં કુંથું અરિહંતના ૮૧૦૦ મન:પર્યવજ્ઞાની, વ્યાસીમા સમવાયમાં ૮૨ રાત્રિદિવસ વ્યતીત થવા પર ભગવાન મહાવીરના જીવનું ગર્ભાન્તરમાં સંહરણ થયું, ત્યાંસીમા સમવાયમાં ભગવાન શીતલનાથના ૮૩ ગણ અને ૮૩ ગણધર, ચોર્યાસીમા સમવાયમાં ભગવાન ઋષભદેવનું ૮૪ લાખ પૂર્વનું અને ભગવાન શ્રેયાંસનાથનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ભગવાન ઋષભદેવના ૮૪ ગણ, ૮૪ ગણધર અને ૮૪ હજાર સાધુઓ, પંચાસીમા સમવાયમાં આચાંરાગસૂત્ર ના ૮૫ ઉદ્દેશન કાલ, છયાસીમા સમવાયમાં ભગવાન સુવિધિનાથના ૮૬ ગણ અને ૮૬ ગણધર, ભગવાન સુપાર્શ્વનાથના ૮૬00 વાદી, સત્યાસીમા સમવાયમાં જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મ ને છોડીને શેષ છ કર્મોની ૮૭ ઉત્તર પ્રકૃતિ, અઠયાસીમા સમવાયમાં પ્રત્યેક સૂર્ય અને ચંદ્રના ૮૮-૮૮ મહાગ્રહ, નેવ્યાસીમા સમવાયમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પક્ષ બાકી રહે ત્યારે ભગવાન ઋષભદેવના અને ભગવાન મહાવીર સ્વામીના મોક્ષે પધારવાનો ઉલ્લેખ અને ભગવાન શાંતિનાથની ૮૯ હજાર સાધ્વીઓ, નેવુંમા સમવાયમાં ભગવાન અજિતનાથ અને ભગવાન શાંતિનાથ, એ બન્ને તીર્થકરોના ૯૦ ગણ અને ૯૦ ગણધર હતા વગેરે વિષયોનો ઉલ્લેખ છે.
એકયાસીમું સમવાય - |१ णवणवमिया भिक्खुपडिमा एक्कासीइ राइदिएहिं चउहि य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं जाव आराहिया भवइ । ભાવાર્થ :- નવનવમિકા નામની ભિક્ષુપ્રતિમા એક્યાસી રાત-દિવસમાં ચારસો પાંચ ભિક્ષાદત્તિઓ દ્વારા સૂત્રાનુસાર યાવત્ આરાધિત થાય છે. વિવેચન :
નવ-નવમિકા ભિક્ષુપ્રતિમા ઃ આ ભિક્ષુ પ્રતિમાને પાલન કરવામાં નવ-નવ દિવસના નવ નવક અર્થાત્ એકયાસી દિવસ લાગે છે. પ્રથમ નવ દિવસમાં હંમેશાં એક એક ભિક્ષાદત્તિ ગ્રહણ કરાય છે. બીજા નવ દિવસમાં હંમેશાં બે—બે ભિક્ષાદત્તિ ગ્રહણ કરાય છે. આવી રીતે પ્રત્યેક નવ નવ દિવસોમાં એક એક ભિક્ષાદત્તિને વધારતાં નવમી નવકમાં પ્રતિદિન નવ-નવ ભિક્ષાદત્તિઓ ગ્રહણ કરાય છે. તે સર્વ મળી ચારસો પાંચ ભિક્ષાદત્તિઓ થાય છે. –(૯+૧+૨+૩+૪૫૫૪+૩++૭+૮૧ = ૪૦૫). ગોચરીકાળ સિવાયનો સમય સાધક મૌનપૂર્વક