________________
| એકોતેરથી એંસી સમવાય
૨૧૭
ભાવાર્થ :- વડવામુખ નામના મહાપાતાલ કળશના અધસ્તન ચરમાંત ભાગથી આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાંત ભાગનું અંતર ઓગણ્યાએંસી હજાર(૭૯,000) યોજન છે. તે રીતે કેતુક, યૂપક અને ઈશ્વર નામના મહાપાતલોનું અંતર પણ જાણી લેવું જોઈએ. વિવેચન :
રત્નપ્રભાનરક પથ્વી એક લાખ એંસી હજાર યોજન જાડી છે. તેમાં લવણ સમુદ્ર એક હજાર યોજન ઊંડો છે. તે ઊંડાઈથી એક લાખ યોજન ઊંડો વડવામુખ પાતાલ કળશ છે. તેના અંતિમ ભાગથી રત્નપ્રભા પૃથ્વીનો અંતિમ ભાગ ઓગણ્યાએંસી હજાર યોજન છે. કેમ કે રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એંસી હજાર યોજન જાડાઈમાંથી એક લાખ યોજનની પાતાળકળશની ઊંચાઈ અને એક હજાર યોજનની સમુદ્રની ઊંડાઈને ઘટાડવા થી (૧૮૦૦00 – ૧૦૧000 = ૭૯૦૦૦) ઓગણ્યાએંસી હજાર યોજનનું અંતર સિદ્ધ થઈ જાય છે. એવી રીતે બાકીના ત્રણે પાતાલ કલશોનું અંતર પણ તેના અધતન અંતિમ ભાગથી રત્નપ્રભા પૃથ્વીના અધિસ્તન અંતિમ ભાગ સુધી ઓગણ્યાએંસી – ઓગણ્યાએંસી હજાર યોજન જાણી લેવું જોઈએ. १२ पंचमीए (छट्ठीए) पुढवीए बहुमज्झदेसभायाओ पंचमस्स (छट्ठस्स) घणोदहिस्स हेट्ठिल्ले चरमंते एस णं एगूणासीइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ :- પાંચમી (છઠ્ઠી) પૃથ્વીના બહુમધ્ય દેશ ભાગથી પાંચમા છઠ્ઠા ઘનોદધિના અધસ્તન ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર ઓગણ્યાએંસી હજાર યોજન નું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચમી નરકના મધ્યમભાગથી પાંચમા ઘનોદધિના નીચેના ચરમાંતનું અંતર ૭૯000 યોજનનું છે. પાંચમી નરક પૃથ્વીનો પિંડ એક લાખને અઢાર હજાર (૧,૧૮,000) યોજનાનો છે. તેનો બરોબર મધ્ય ભાગ પ000 યોજન અને પાંચમી નરક પૃથ્વી નીચે પાંચમો ઘનોદધિ ૨0000 યોજનની જાડાઈ ધરાવે છે, તે ઉમેરતા પ૯૦૦૦ + ૨0000 = ૭૯000 યોજનાનું અંતર પાંચમી નરકપૃથ્વીથી પાંચમાં ઘનોદધિના નીચેના ચરમાંતનું પ્રાપ્ત થયા છે.
પ્રાયઃ પ્રતોમાં છઠ્ઠી પુદવા છક્સ વોટિસ છઠ્ઠી પૃથ્વી અને છટ્ટા ઘનોદધિના અંતરનો પાઠ છે પરંતુ શ્રી જીવાભિગમ સૂત્ર, પ્રતિપત્તિ-૩, ઉદેશક–૧ પ્રમાણે છઠ્ઠી નરકમૃથ્વીની જાડાઈ એક લાખ અને સોળ હજાર યોજન છે. તેના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિનો નીચેનો ચરમાંત ૫૮000 + ૨0000 = ૭૮000 યોજન થાય માટે પ્રસ્તુત સૂત્રમાં છે. અને છેમ્સ શબ્દને કૌસમાં રાખ્યો છે. ૭૯000 યોજન નું અંતર પાંચમી નરકના મધ્યભાગથી પાંચમા ઘનોદધિની નીચેના ચરમાંત સુધીમાં