________________
[ ૨૧૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
સિદ્ધ થાય છે, માટે અહીં સૂત્રપાઠમાં પંમપ્ત પાઠ ગ્રહણ કર્યો છે. १२ जंबुद्दीवस्स णं दीवस्स दारस्स य दारस्स य एगूणासीइं जोयणसहस्साई साइरेगाइं अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ :-જંબૂદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું મધ્યવર્તી અંતર ઓગણ્યાએંસી હજાર યોજનથી કંઈક અધિક છે. વિવેચન :
જંબૂદ્વીપની પૂર્વ વગેરે ચારે દિશાઓમાં વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. જંબૂદ્વીપની પરિધિ ૩૧૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ અને ૧૩–૧/ર અંગુલ પ્રમાણ છે. પ્રત્યેક દ્વારની પહોળાઈ ચાર ચાર યોજન છે. ચારેયની પહોળાઈ સોળ યોજનને ઉક્ત પરિધિના પ્રમાણમાંથી ઘટાડી ને શેષ રહેલી સંખ્યાને ચાર ભાગ આપવા પર એક દ્વારથી બીજા દ્વારનું અંતર ઓગણ્યાએંસી હજાર યોજનથી કંઈક અધિક થાય છે.
એંસીમું સમવાય :१३ सेज्जंसे णं अरहा असीइं धणूइं उठे उच्चत्तेणं होत्था । तिविढे णं वासुदेवे असीइं धणूई उठं उच्चत्तेणं होत्था । अयले णं बलदेवे असीई धणूई उठे उच्चत्तेणं होत्था । तिविढे णं वासुदेवे असीई वाससयसहस्साई महाराया હોલ્યા !
आउबहुले णं कंडे असीइ जोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते । ईसाणस्स देविंदस्स देवरण्णो असीई सामाणिय साहस्सीओ पण्णत्ताओ।
जंबुद्दीवे णं दीवे असीउत्तरं जोयणसयं ओगाहेत्ता सूरिए उत्तरकट्ठोवगए पढम उदयं करेइ । ભાવાર્થ :- શ્રેયાંસ અરિહંત એસી ધનુષ ઊંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી ધનુષ ઊંચા હતા. અચલ બલદેવ એસી ધનુષ ઊંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી લાખ વર્ષ મહારાજ પદ પર રહ્યા હતા.
રત્નપ્રભાનરક પૃથ્વીનો ત્રીજો જળબહુલ કાંડ (ભાગ) એંસી હજાર યોજન જાડો છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના એંસી હજાર સામાનિક દેવો છે.