________________
શ્રી સમવાયાંગ સૂત્ર
રહિત મનુષ્યના એકવાર શ્વાસ–ઉચ્છ્વાસ લેવાને એક પ્રાણ કહેવાય છે. સાત પ્રાણોનો એક સ્તોક અને સાત સ્તોકોનો એક લવ થાય છે અને સત્યોતેર લવનું એક મુહૂર્ત થાય છે. આ રીતે એક મુહૂર્તમાં ત્રણહજાર સાતસો તોત્તેર (૭×૭×૭૭=૩૭૭૩) શ્વાસોચ્છ્વાસ અથવા પ્રાણ થાય.
૨૧૬
અઠ્યોતેરમું સમવાય ઃ
१० सक्कस्स णं देविंदस्स देवरण्णो वेसमणे महाराया अट्ठहत्तरीए सुवण्णकुमार - दीवकुमारा- वाससयसहस्साणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महारायत्तं आणाईसर- सेणावच्चं कारेमाणे पालेमाणे विहरइ ।
थेरे णं अकंपिए अट्ठहत्तरं वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
उत्तरायणणियट्टे णं सूरिए पढमाओ मंडलाओ एगूणचत्तालीसइमे मंडले अट्ठहत्तरं एगसट्ठिभाए दिवसखेत्तस्स णिवुड्ढेत्ता रयणिखेत्तस्स अभिवुड्ढेत्ता णं चारं चरइ । एवं दक्खिणायणणियट्टे वि ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના વૈશ્રમણ નામના ચોથા લોકપાલ દેવ, સુવર્ણ કુમારો અને દ્વીપ કુમારોના (૩૮લાખ+૪૦લાખ = ૭૮લાખ) અઠયોતેર લાખ આવાસો (ભવનો)નું આધિપત્ય, અગ્રસ્વામિત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, (પોષકત્વ) મહારાજત્વ, સેનાનાયકત્વ કરે છે અને તેનું શાસન તેમજ પ્રતિપાલન પણ કરે છે.
સ્થવિર અકમ્પિત અઠ્યોતેર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પ્રથમ મંડલથી ઓગણચાલીસમાં મંડલ સુધી એક મુહૂર્તના એકસઠિયા અઠ્યોતેર ભાગ પ્રમાણ દિવસને અને રાત્રિના ક્ષેત્રને વધારીને સંચાર કરે છે. એવી રીતે દક્ષિણાયનથી પાછો ફરતો સૂર્ય પણ રાત્રિના તેટલા જ પ્રમાણને ઘટાડતાં અને દિવસના પ્રમાણને વધારતાં સંચાર કરે છે.
ઓગણ્યાએંસીમું સમવાય :
११ वलयामुहस्स णं पायालस्स हिट्ठिल्लाओ चरमंताओ इमीसे णं रयणप्पभाए पुढवीए हेट्ठिल्ले चरमंते एस णं एगूणासीइं जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । एवं केउस्स वि, जूयस्स वि, ईसरस्स वि ।