________________
એકતરથી એસી સમવાય
૨૧૫
શાંતિનાથ અરિહંત પંચોતેર હજાર વર્ષ ગૃહસ્થપણામાં રહીને મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. છોંતેરમું સમવાય :८ छावत्तरिं विज्जुकुमारावास सयसहस्सा पण्णत्ता ।
एवं दीव-दिसा-उदहीणं विज्जुकुमारिंदथणियमग्गीणं, छण्हं पि जुगलयाणं छावत्तरि सयसहस्साई । ભાવાર્થ - વિધુતકુમાર દેવોનાં છોંતેર લાખ આવાસ (ભવન) છે, ગાથાર્થ-દ્વિીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર, આ છ યુગલ અર્થાત્ દક્ષિણ-ઉત્તર દિશાના આ છએ પ્રકારના દેવોના છોંતેર લાખ ભવન છે. સિત્તોતેરમું સમવાય :| ९ | भरहे राया चाउरंतचक्कवट्टी सत्तहत्तरं पुव्वसयसहस्साई कुमारावासमझे वसित्ता महारायाभिसेयं संपत्ते ।।
अंगवंसाओ णं सत्तहत्तर रायाणो मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया ।
गद्दतोय-तुसियाणं देवाणं सत्तहत्तरं देवसहस्सपरिवारा पण्णत्ता ।
एगमेगे णं मुहूत्ते सत्तहत्तरं लवे लवग्गेणं पण्णत्ते । ભાવાર્થ :- ચાતુરંત ચક્રવર્તી ભરતરાજા સિત્તોતેર લાખ પૂર્વ કોટિ વર્ષ કુમાર અવસ્થામાં રહીને મહારાજ પદને (ચક્રવર્તીપદને) પ્રાપ્ત થયા.
અંગવંશીય સિત્તોતેર રાજા મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ગઈતોય અને તુષિત લોકાત્તિક દેવોના પરિવારમાં સિત્તોતેર હજાર (૭૭000) દેવો છે.
પ્રત્યેક મુહૂર્તમાં લવોની ગણનાથી સિત્તોતેર લવ છે.
વિવેચન :
લવ-કાળના માન (સમય માપ)વિશેષને લવ કહે છે. એક હૃષ્ટપુષ્ટ નિરોગી અને સંકલેશ