SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪] શ્રી સમવાયાંગ સૂત્ર चोवत्तरि जोयणसयाइं साहियाइं उत्तराहिमुही पवहित्ता वइरामयाए जिब्भियाए चउजोयणायामाए पण्णासजोयणविक्खंभाए वइरतले कुंडे महया घडमुहपवतिएणं मुत्तावलिहार संठाणसंठिएणं पवाहेणं महया सद्देणं पवडइ। एवं सीता वि दक्खिणाहिमुही भाणियव्वा । चउत्थवज्जासु छसु पुढवीसु चोवत्तरिं णिरयावास सयसहस्सा पण्णत्ताउ ભાવાર્થ :- સ્થવિર અગ્નિભૂતિ ગણધર ચુમોતેર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. નિષધવર્ષધર પર્વતના તિગિચ્છ દ્રહથી સાતોદા મહાનદી કંઈક અધિક ચુમોતેર સો (૭૪૦૦) યોજન ઉત્તરાભિમુખ વહીને મહાન ઘટમુખથી પ્રવેશ કરીને વજમયી, ચાર યોજન લાંબી અને પચાસ યોજન પહોળી જીહુવાથી(વહેણ–મુખથી)નીકળીને મુક્તાવલિહારના આકારવાળા પ્રવાહથી ભારે શબ્દની સાથે વજતલવાળા કુંડમાં પડે છે. તે જ રીતે સીતા નદી નીલવંત વર્ષધર પર્વતના કેસરી દ્રહથી કંઈક અધિક ચુમોતેરસો(૭૪00) યોજન દક્ષિણાભિમુખ વહીને મહાન ઘટમુખથી પ્રવેશ કરી વજમયી ચાર યોજન લાંબી પચાસ યોજન પહોળી જીવાથી (વહેણમુખથી)નીકળીને મુક્તાવલિહારના આકારવાળા પ્રવાહથી ભારે શબ્દની સાથે વજતલવાળા કુંડમાં પડે છે. ચોથી નરક પૃથ્વીને છોડીને શેષ છે નરક પૃથ્વીઓના મળી ચુંમોતેર લાખ (૩૦લાખ+૨૫લાખ+૧૫લાખ+૩લાખ+ પાંચ જૂન ૧લાખ+પાંચ =૭૪લાખ) નરકાવાસ છે. પંચોતેરમું સમવાય :|७ सुविहिस्स णं पुप्फदंतस्स अरहओ पण्णत्तरं जिणसया होत्था । सीतले णं अरहा पण्णत्तरि पुव्वसहस्साई अगारवासमझे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । संती णं अरहा पण्णत्तरि वास सहस्साई अगारवासमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- સુવિધિ પુષ્પદંત અરિહંતના સંઘમાં પંચોતેર સો(૭૫,00) કેવળી જિન હતા. શીતલ અરિહંત પંચોતેર હજાર પૂર્વ વર્ષ ગૃહસ્થપણામાં રહીને મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અણગારધર્મમાં પ્રવ્રજિત થયા.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy