________________
| એકોતેરથી ઐસી સમવાય.
૨૧૩ |
બનાવવાની કલા. ૬૮. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, લાકડીનું યુદ્ધ, સામાન્ય યુદ્ધ, નિયુદ્ધ, યાતિયદ્ધ વગેરે વિવિધ પ્રકારના યુદ્ધને જાણવાની કલા. ૬૯. સૂત્રખેડ, નાલિકા ખેડ, વર્તખેડ, ધર્મખેડ, ચર્મખેડ આદિ અનેક પ્રકારની રમતોને જાણવાની, ખેલવાની કલા. ૭૦. પત્રચ્છે; કટક છેદ્ય :- પત્રો અને લાકડાના છેદન ભેદનની કલા. ૭૧. સજીવ-નિર્જીવ :- સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ સમાન બનાવવાની કલા. ૭૨. શકુનિત :- પક્ષીઓની બોલી જાણવાની કલા.
જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર ટીકામાં આ કલાનું વિવેચન છે અને જ્ઞાતાધર્મકથા સૂત્ર, ઔપપાતિક સૂત્ર તથા રાજપ્રશ્રીય સૂત્રમાં પણ આ કલાઓનો નામ નિર્દેશ છે. તે શાસ્ત્રોમાં કંઈક નામભેદ અને ક્રમભેદ પણ છે. |४ समुच्छिम-खहयरपंचिंदियतिरिक्ख-जोणियाणं उक्कोसेणं बावत्तरिं वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ - સમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિ જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બોત્તેર હજાર વર્ષની છે. તોત્તેરમું સમવાય - |५| हरिवास-रम्मयवासियाओ णं जीवाओ तेवत्तरि तेवत्तरि जोयणसहस्साई णव य एगुत्तरे जोयणसए सत्तरस यएगूणवीसइभागे जोयणस्स अद्धभागं च आयामेण पण्णत्ताओ।
विजए णं बलदेवे तेवत्तरिं वाससयसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
ભાવાર્થ :- હરિવર્ષ અને રમ્યક વર્ષની જીવાઓ તોતેર તોતેર હજાર નવસો એક યોજન અને એક યોજનના ઓગણીસ ભાગમાંથી સાડાસત્તર ભાગ પ્રમાણ (૭૩૯૦૧- ૧૭.૫/૧૯ યોજન) લાંબી છે.
વિજય બલદેવ તોતેર લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
ચુમોતેરમું સમવાય : -
६ थेरे णं अग्गिभूई गणहरे चोवत्तरि वासाई सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।।
णिसहाओ णं वासहरपव्वयाओ तिगिच्छिदहाओ सीतोदा महाणई