________________
૨૧૨ |
શ્રી સમવાયાંગ સૂત્ર
કલા. ૨૫. મધુસિથ - મીણના પ્રયોગની કલા. ૨૬. આભરણ વિધિ - આભૂષણ (અલંકારો) બનાવવાની કલા. ૨૭. તરુણી પ્રતિકર્મ :- યુવતી સ્ત્રીઓને અનુરંજન(ખુશ) કરવાની કલા. ૨૮. સ્ત્રી લક્ષણ :- સ્ત્રીઓનાં શુભ-અશુભ લક્ષણોને જાણવાની કલા. ૨૯. પુરુષ લક્ષણ :- પુરુષોનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૦. હય લક્ષણ :- ઘોડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૧. ગજ લક્ષણ - હાથીનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૨. ગોણ લક્ષણ - બળદનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૩. ફફટ લક્ષણ - કુકડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૪. મેઢ લક્ષણ :- ઘેટા(બકરા)નાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા, ૩૫.ચક લક્ષણ :ચક્ર આયુધનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૬. છત્ર લક્ષણ :- છત્રનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૭. દંડ લક્ષણ :- હાથમાં રાખવાનો દંડ-લાકડીના શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૮.અસિ લક્ષણ - તલવાર, બર્જી આદિનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૩૯. મણિ લક્ષણઃ- મણિઓનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. ૪૦. કાકણી લક્ષણ :- કાકણી નામના રત્નનાં શુભ અશુભ લક્ષણોને, ગુણોને જાણવાની કલા. ૪૧.ચર્મ લક્ષણ :- ચામડાની પરીક્ષા કરવાની કલા અથવા ચર્મરત્નના શુભ-અશુભ લક્ષણોને જાણવાની કલા. ૪૨. ચંદ્રચર્યા - ચંદ્રનો ઉદય થાય ત્યારે સમકોણ, વક્રકોણ આદિ આકારવાળા ચંદ્રના નિમિત્તથી શુભ-અશુભ લક્ષણો જાણવાની કલા. ૪૩. સૂર્યચર્યા - સૂર્ય સંચાર (ભ્રમણ)જનિત ઉપરાગોનાં શુભ અશુભ ફળને જાણવાની કલા.૪૪. રાહુચર્યા - રાહુની ગતિ અને તેનાથી ચંદ્ર ગ્રહણ વગેરે જાણવાની કલા. ૪૫. ગ્રહચર્યા - ગ્રહોના સંચારથી શુભ અશુભ ફળોને જાણવાની કલા. ૪૬. સૌભાગ્યકર :- સૌભાગ્ય વધારવાના ઉપાયોને જાણવાની કલા. ૪૭. દૌભગ્યકર :- દુર્ભાગ્યકારી(કારણોને)જાણવાની કલા. ૪૮. વિધાગત :- અનેક પ્રકારની વિદ્યાઓને જાણવાની કલા. ૪૯. મંત્રગત - અનેક પ્રકારના મંત્રોને જાણવાની કલા. ૫૦. રહસ્યગત :- અનેક પ્રકારનાં ગુપ્ત રહસ્યોને જાણવાની કલા, ૫૧. સભાસ:- પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણવાની કલા. પર. ચાર કલા :- ગુપ્તચર–જાસૂસીની કલા. જ્યોતિષ ચક્રના સંચરણને જાણવાની કલા. ૫૩. પ્રતિચાર કલા:- ગ્રહ આદિના સંચારનું જ્ઞાન, રોગીની સેવા-સુશ્રુષાનું જ્ઞાન. ૫૪. બૃહ કલાયુદ્ધમાં સેના દ્વારા ગરૂડ આદિ આકારની રચના કરવાની કલા. ૫૫. પ્રતિબૃહ કલા:- શત્રુની સેનાના પ્રતિપક્ષ રૂપમાં સેનાની રચના કરવાની કલા. ૫૬. સ્કંધાવામાનઃ- સેનાની શિબિર(છાવણી), પડાવ આદિના પ્રમાણને જાણવાની કલા. ૫૭. નગરમાન:- નગરના માન(ક્ષેત્રફળ, સીમા વગેરે) પ્રમાણને જાણવાની કલા, ૫૮. વાસ્તમાન :- મકાનોનું માન – પ્રમાણને જાણવાની કલા. ૫૯. રૂંધાવાર નિવેશ:- સેનાને યુદ્ધ યોગ્ય ઊભી રાખવાની અથવા પડાવ કરવાની કલા. ૬૦. વરૂવાજી)નિવેશ
- વસ્તુઓને યથોચિત સ્થાન પર રાખવાની કલા. ૧. નગરનિવેશ :- નગર નિર્માણની કલા. ૨. ઈષઅસ્ત્રકલા – દિવ્ય અસ્ત્ર સંબંધી કલા. ૩. છરુપગતકલા - તલવારની મૂઠ આદિ બનાવવાની કલા. (ખગશાસ્ત્ર) ૪. અશ્વશિક્ષા - ઘોડાને વાહનમાં જોડવાની અને યુદ્ધમાં લડવાની શિક્ષા(તાલીમ) દેવાની કલા, ૫.હરિ શિક્ષા - હાથીઓનું સંચાલન કરવાની શિક્ષા દેવાની કલા. ૪. ધનુર્વેદ - શબ્દવેધી આદિ ધનુવિધાનું વિશિષ્ટ જ્ઞાન હોવાની કલા. ૭. હિરપાક :- સુવર્ણપાક, ધાતુપાક, મણિપાક, ચાંદી, સોનું, મણિ અને લોખંડ આદિ ધાતુઓને ગાળવાનું, પકાવવાનું અને તેની ભસ્મ આદિ