________________
એકતરથી એસી સમવાય
[ ૨૧૧ ]
आभरणविही २७. तरुणीपडिकम्म २८. इत्थीलक्खणं २९. पुरिसलक्खणं ३०. हयलक्खणं ३१. गयलक्खणं ३२. गोणलक्खणं ३३. कुक्कुडलक्खणं ३४ मिंढलक्खणं ३५. चक्कलक्खणं ३६. छत्तलक्खणं ३७. दंडलक्खणं ३८. असिलक्खणं ३९. मणिलक्खणं ४०. कागणिलक्खणं ४१. चम्मलक्खणं ४२. चंदचरियं ४३. सूरचरियं ४४ राहुचरियं ४५. गहचरियं ४६. सोभागकर ४७. दोभागकर ४८. विज्जागय ४९. मंतगयं ५०. रहस्सगयं ५१. सभासं ५२. चारं ५३. पडिचारं ५४. बूहं ५५. पडिबूह ५६. खंधावारमाणं ५७. णगरमाणं ५८. वत्थुमाणं ५९. खंधावारणिवेसं ६०. वत्थुणिवेसं ६१. णगरणिवेसं ६२. ईसत्थं ६३. छ.प्पवायं ६४. आससिक्खं ६५. हत्थिसिक्खं ६६. धणुव्वेयं ६७. हिरण्णपागं सुवण्णपागं मणिपागं धाउपागं ६८. बाहुजुद्धं मुट्ठिजुद्धं अट्ठिजुद्धं जुद्धं णिजुद्धं जुद्धाइजुद्धं ६९. सुत्तखेडं णालियाखेडं वट्टखेडं धम्मखेडं चम्मखेडं ७०. पत्तछेज्जं कडगच्छेज्ज ७१. सजीवं णिज्जीवं ७२. सउणिरुयं। ભાવાર્થ :- બોતેર કલાઓ છે, તે આ પ્રમાણે છે
૧. લેખનકલા :- લખવાની કલા, બ્રાહ્મી આદિ અઢાર પ્રકારની લિપિઓને લખવાની કલા. ૨. ગણિત કલા :- ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી વગેરે કરવાની કલા. ૩. રૂપકલા - વસ્ત્ર, દિવાલ, સોનું, ચાંદી, વગેરે ઉપર કારીગરી કરવાની દોરવાની કલા. ૪. નાયકલા - નૃત્ય કરવાની, અભિનય કરવાની કલા. ૫. ગીતકલા :- ગાવાની ચતુરાઈની કલા. દ. વાદ્યકલા - અનેક પ્રકારનાં વાદ્ય વગાડવાની કલા. ૭. સ્વરગતકલા - અનેક પ્રકારના રાગ અને રાગણીઓના સ્વર કાઢવાની કલા. ૮. પુષ્કરગતકલા :- મૃદંગ વાધ વિશેષના જ્ઞાનની કલા. ૯. સમતાલ કલા :- સમાનતાલ બજાવવાની કલા. ૧૦. ધુતકલા - જુગાર રમવાની કલા. ૧૧. જનવાદકલા :- જનશ્રુતિ અને કિંવદંતિઓને જાણવાની કલા. ૧૨. પુરઃ કાવ્યકલા - શીઘ્ર કવિતા રચવાની કલા, ૧૩.અષ્ટાપદ કલાઃ- શતરંજ, ચોપાટ વગેરે રમવાની કલા. ૧૪. દકમૃતિકા કલા :- માટી અને પાણીના મિશ્રણથી રમકડાં વગેરે બનાવવાની કલા. ૧૫. અન્નવિધિ કલા - અનેક પ્રકારનાં ભોજનના પદાર્થો બનાવવાની કલા. ૧૬. પાનવિધિ કલા :- અનેક પ્રકારનાં પીણાં પેય પદાર્થ બનાવવાની કલા. ૧૭. વસ્ત્રવિધિ કલાસ - અનેક પ્રકારનાં વસ્ત્ર નિર્માણ કરવાની કલા. ૧૮. શયનવિધિ - સૂવાની કલા. ૧૯, આર્યાવિધિઃઆર્યા છંદ બનાવવાની કલા. ૨૦. પ્રહેલિકા – પ્રહેલિઓને જાણવાની કલા. ગૂઢ અર્થવાળી કવિતા કરવાની કલા, ૨૧.માગરિકા - સ્તુતિ પાઠ કરનાર ભાટ-ચારણો(કવિતા કરવા)ની કલા. ૨૨. ગાથા કલા :- પ્રાકૃત આદિ ભાષાઓમાં ગાથા રચવાની કલા. ર૩. શ્લોક કલા :- સંસ્કૃત ભાષામાં ગ્લોક બનાવવાની કલા. ૨૪. ગંધયુતિ –અનેક પ્રકારનાં ગંધો અને દ્રવ્યોને મેળવીને સુગંધિત પદાર્થ બનાવવાની