________________
અકોતેરથી એંસી સમવાય
૨૦૯
- એકોતેરથી એસી સમવાય - zzzzzzzzzzzzz
પરિચય :
પ્રસ્તુત માં એકોતેરથી એસી સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, એકોતેરમા સમવાયમાં ભગવાન અજિતનાથ અને સગર ચક્રવર્તી ૭૧ લાખ પૂર્વ વર્ષની ગૃહસ્થાવાસ્થામાં રહીને દીક્ષિત થયા, બોતેરમા સમવાયમાં ભગવાન મહાવીર તેમજ તેના ગણધર અચલભ્રાતાનું ૭૨ વર્ષનું આયુષ્ય, બોત્તેર કલાઓ, તોતેરમા સમવાયમાં વિજય નામના બલદેવનું ૭૩ લાખ વર્ષનું આયુષ્ય, ચુંમોતેરમા સમવાયમાં અગ્નિભૂતિ ગણધરનું ૭૪ વર્ષનું આયુષ્ય પંચોતેરમા સમવાયમાં ભગવાન સુવિધિનાથના ૭૫00 સો કેવળી, ભગવાન શીતલનાથનો તથા ભગવાન શાંતિનાથનો ૭૫ હજાર વર્ષનો ગૃહવાસ, છોતેરમા સમવાયમાં વિધુતકુમાર આદિ ભવનપતિ દેવોના ૭૬ – ૭૬ લાખ ભવન, સત્યોતેરમા સમવાયમાં સમ્રાટ ભરતની ૭૭ લાખ પૂર્વની કુમારાવસ્થા, અંગવંશ પરંપરામાં ૭૭ રાજાઓનો સંયમ સ્વીકાર, અઠ્યોતેરમા સમવાયમાં અકલ્પિત ગણધરનું ૭૮ વર્ષનું આયુષ્ય, ઓગણયાએંસીમા સમવાયમાં પાંચમી નરકના મધ્યભાગથી પાંચમા ઘનોદધિના નીચેના ચરમાન્ત સુધી ૭૯ હજાર યોજનાનું અંતર, સીમા સમવાયમાં શ્રેયાંસનાથ ભગવાન, ત્રિપૃષ્ઠ વાસુદેવ, અચલ બળદેવની એસી ધનુષ્યની ઊંચાઈ, ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષની સમ્રાટ અવસ્થા ઈત્યાદિ વર્ણન છે.
એકોતેરમું સમવાય :| १ चउत्थस्स णं चंदसंवच्छरस्स हेमंताणं एक्कसत्तरीए राइदिएहिं वीइक्कंतेहि सव्वबाहिराओ मंडलाओ सूरिए आउट्टि करेइ ।
वीरियप्पवायस्स णं पुव्वस्स एक्कसत्तरिं पाहुडा पण्णत्ता ।
अजिते णं अरहा एक्कसत्तरं पुव्वसयसहस्साई अगारमझे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । सगरे णं राया चाउरंतचक्कवट्टी एक्कसत्तरं पुव्व सयसहस्साई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- (પાંચ સાંવત્સરિક યુગના) ચોથા સંવત્સરની હેમંત ઋતુનાં એકોતેર રાત્રિ દિવસ વ્યતીત થવા પર સૂર્ય સર્વથી બહારના મંડલ (ચારક્ષેત્ર)થી આવૃત્તિ કરે છે અર્થાત્ દક્ષિણાયનથી ઉત્તરાયણની તરફ ગતિ કરવાનો પ્રારંભ કરે છે.