________________
૨૦૮
શ્રી સમવાયાંગ સૂત્ર
पण्णत्ताओ।
ભાવાર્થ :- મોહનીય કર્મની અબાધા કાળથી રહિત સીત્તેર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મ સ્થિતિ અને કર્મ પુદ્ગલોની નિષેક રચના કહી છે.
દેવેન્દ્ર દેવરાજ માહેન્દ્રના સામાનિક દેવો સીત્તેર હજાર છે.
વિવેચન :
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. જયાં સુધી બંધાયેલાં કર્મ ઉદયમાં આવીને બાધા ન આપે તેને અબાધાકાળ કહે છે. અબાધાકાળનો સામાન્ય નિયમ છે કે એક ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્યારે બંધાય ત્યારે અબાધાકાળ એક સો વર્ષનો થાય છે. આ નિયમ અનુસાર મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય ત્યારે તેનો અબાધાકાળ સીત્તેર સો વર્ષ અર્થાત્ સાત હજાર વર્ષનો હોય છે. એટલા અબાધાકાળને છોડીને શેષ રહેલી સ્થિતિમાં કર્મ પરમાણુઓની ફળ દેવા યોગ્ય નિષેક રચના થાય છે. તેનો ક્રમ એ છે કે, અબાધાકાળ પૂર્ણ થાય, ત્યાર પછી પ્રથમ સમયમાં ઘણા કર્મ દલિકો નિષિક્ત હોય છે અર્થાત્ કર્મ પુદ્ગલો નિયુક્ત કરવામાં આવે છે. બીજા સમયમાં તેનાથી ઓછા, ત્રીજા સમયમાં તેનાથી ઓછા નિષિક્ત થાય છે. આ રીતે ઉત્તરોત્તર ઓછા ઓછા થતાં સ્થિતિના અંતિમ સમયે સહુથી ઓછા કર્મ દલિકો નિષિક્ત હોય છે. આ નિષિક્ત કર્મ દલિકો પોત પોતાનો સમય આવવા પર ફળ આપીને ખરી જાય છે.
સમવાય-૬૧ થી ૭૦ સંપૂર્ણ