________________
| ૨૦ |
શ્રી સમવાયાંગ સૂત્ર
મંદર પર્વતના પશ્ચિમી ચરમાંતથી ગૌતમદ્વીપના પશ્ચિમી ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર ઓગણોસિતેર હજાર યોજન છે.
મોહનીય કર્મને છોડીને બાકીના સાતે ય કર્મોની ઉત્તર પ્રકૃતિ ઓગણોસિતેર છે, યથાપ+૯+૫+૪+૪૨+૨+૫=૪૯ વિવેચન :
જબૂદ્વીપમાં ક્ષેત્રને વિભાજિત કરતાં છ વર્ષધર પર્વતો છે- ચુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી. આ છ પર્વતને કારણે જંબૂદ્વીપ સાત ક્ષેત્રમાં વિભાજિત થાય છે, યથા ભરતક્ષેત્ર, હેમવયક્ષેત્ર, હરિવાસ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, રમ્યવાસ ક્ષેત્ર, હરણ્યવય ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર છે. તેનાથી બમણા એટલે ૧૨ વર્ષધર પર્વતો અને ૧૪ ક્ષેત્રો ધાતકી ખંડદ્વીપમાં તેટલાજ અર્થાત ૧૨ વર્ષધર પર્વત અને ૧૪ ક્ષેત્રો પુષ્પાર્ધદ્વીપમાં છે.
ધાતકીખંડ દ્વિીપમાં ઉત્તર અને દક્ષિણમાં એક-એક એમ બે અને પુષ્કરાર્ધદ્વીપમાં પણ ઉત્તર-દક્ષિણમાં એક એક એમ બે, કુલ ચાર ઈષકાર પર્વત છે. તે પર્વતો ધાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપને પૂર્વાર્ધ - પશ્ચિમાર્ધ બે વિભાગમાં વિભકત કરે છે. આ રીતે દ+૧+૧=૩૦ વર્ષધર પર્વત + ૪ ઈષકાર પર્વત અને ૭+૧૪+૧૪=૩પ ક્ષેત્ર છે. આ રીતે ૩૪+૩૫= ૬૯ ક્ષેત્ર અને પર્વત છે પ્રસ્તુત સૂત્રમાં મેરુ પર્વતની ગણના નથી કરી. મેરુ પર્વત કોઈ ક્ષેત્રનું વિભાજન કરતો નથી. પ્રસ્તુતમાં ક્ષેત્રને વિભાજિત કરતાં પર્વતની ગણના કરી છે, તેમ સમજવું.
ગૌતમ નામનો દીપ પશ્ચિમી લવણ સમુદ્રમાં છે. મેરુપર્વતના પશ્ચિમી ચરમાંતથી જંબૂદ્વીપનો પશ્ચિમી ચરમાંત ૪૫ હજાર યોજન છે. ત્યાંથી ૧૨ યોજન દૂર ગૌતમ દ્વીપ છે અને તે ૧૨ યોજન લાંબો પહોળો તેથી ગૌતમ દ્વીપના પશ્ચિમી ચરમાંતનું અંતર ૪૫ + ૧૨ + ૧૨ = ૬૯ યોજનાનું થાય છે. સીત્તેરમું સમવાય :१२ समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे वइक्कंते सत्तरिए राइदिएहिं सेसेहिं वासावासं पज्जोसवेइ ।
ભાવાર્થ :-શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાલના વીસ દિવસ અધિક એક મહિનો (૫૦ દિવસ)વ્યતીત થઈ જવા પર અને સીત્તેર દિવસ શેષ રહેવા પર વર્ષાવાસ પર્યુષણા(સંવત્સરી)કરતાં હતાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર્તુમાસ કલ્પના બે કલ્પનું કથન છે. પ્રથમ વર્ષાકલ્પ અને બીજો પર્યષણા