________________
એકસથી સિત્તેર સમવાય
૨૦૫ |
વિવેચન :
મેરુ પર્વત મધ્યમાં અવસ્થિત હોવાથી જંબુદ્વીપનું મહાવિદેહ ક્ષેત્ર બે ભાગમાં વહેંચાય જાય છે. પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ. મધ્યમાં વહેતી સીતા નદીના કારણે પૂર્વમહાવિદેહ ક્ષેત્રના અને સીતોદા નદીના કારણે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે બે ભાગ થાય છે. ઉક્ત ચારે ય ખંડો, ત્રણ ત્રણ અંતર નદીઓ અને ચાર ચાર પર્વતોથી વિભાજિત થતાં એક વિભાગના પુનઃ આઠ-આઠ વિભાગ થાય છે, આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ૩ર વિભાગ થાય છે. પ્રત્યેક વિભાગમાં છ–છ ખંડ હોય, તેના પર ચક્રવર્તી વિજય પ્રાપ્ત કરે છે, તેથી તે પ્રત્યેક વિભાગને 'વિજય' કહે છે અને જ્યાં ચક્રવર્તી રહે છે, તેને રાજધાની કહે છે. આ રીતે જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સર્વ મળીને બત્રીસ વિજયક્ષેત્ર અને બત્રીસ રાજધાનીઓ છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એ બે વિજય છે અને તેની બે રાજધાની હોય છે, તે મેળવતાં ૩ર+૨=૩૪ ચોત્રીસ થાય છે. જંબુદ્વીપથી બમણી રચના ધાતકીખંડમાં અને પુષ્કરવર દ્વીપાર્ધમાં હોય છે, તેથી તેની સંખ્યા (૩૪૪૨૬૮) અડસઠ થાય છે. તે અડસઠ ક્ષેત્રની અપેક્ષાએ અડસઠ તીર્થકર, અડસઠ ચક્રવર્તી, અડસઠ બલદેવ, અડસઠ વાસુદેવ હોવાનું કથન છે. તે ચક્રવતી,બળદેવ, વાસુદેવ, મળીને ૬૮ સંખ્યા જાણવી જોઈએ કારણકે મહાવિદેહક્ષેત્રની ૩ર વિજયમાં થી ૨૮ વિજયમાં ચક્રવર્તી હોય તો ચાર વિજયમાં વાસુદેવ, બળદેવ હોય અને ૨૮ વિજયમાં વાસુદેવ, બળદેવ હોય ત્યારે ચાર વિજયમાં ચક્રવર્તી હોય છે. પાંચે ય મહાવિદેહ ક્ષેત્રમાં ઓછામાં ઓછા વીસ તીર્થંકર થાય છે અને વધારેમાં વધારે એકસોને સાઠ તીર્થકર થાય છે. તે પોત પોતાનાં ક્ષેત્રમાં વિહાર કરે છે. ઉક્ત સંખ્યામાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના પાંચ-પાંચ કુલ દસ તીર્થકર મેળવવાથી (૧૦+૧૦=૧૭૦) એકસો સીત્તેર તીર્થકર એક સાથે થાય છે તે વિશેષ જાણવું જોઈએ.
ઓગણોસિતેરમું સમવાય :११ समयखेत्ते णं मंदरवज्जा एगूणसत्तरं वासा वासधरपव्वया पण्णत्ता, तं जहा- पणत्तीसं वासा, तीसं वासहरा, चतारि उसुयारा ।
मंदरस्स पव्वयस्स पच्चत्थिमिल्लाओ चरमंताओ गोयमदीवस्स पच्चत्थिमिल्ले चरमंते एस णं एगूणसत्तरि जोयणसहस्साइं अबाहाए अंतरे
___ मोहणिज्जवज्जाणं सत्तण्हं कम्मपगडीणं एगूणसत्तरि उत्तरपगडीओ पण्णत्ताओ। ભાવાર્થ :- સમય ક્ષેત્ર (મનુષ્ય ક્ષેત્ર અથવા અઢી દ્વીપ) માં મંદર પર્વતને છોડીને ઓગણોસિતેર વર્ષ એટલે ક્ષેત્ર અને વર્ષધર પર્વત છે, યથા- પાંત્રીસ વર્ષ (ક્ષેત્ર), ત્રીસ વર્ષધર (પર્વત) અને ચાર ઈષકાર પર્વત.