________________
૨૦૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
દરેક નક્ષત્રોના સીમા વિખંભ (દિવસ રાત ચંદ્ર દ્વારા ભોગવવા યોગ્ય ક્ષેત્ર) સડસઠ ભાગોથી વિભાજિત કરવા પર સમ અંશવાળા કહેવાય છે.
વિવેચન :
જંબુદ્વીપના મેરુ પર્વતના પૂર્વભાગથી જંબૂદ્વીપનો પશ્ચિમી ભાગ પંચાવન હજાર યોજન દૂર છે અને ત્યાંથી બાર હજાર યોજન પશ્ચિમમાં લવણ સમુદ્રની અંદર ગૌતમ દ્વીપ અવસ્થિત છે, એટલે મેરુ પર્વતના પૂર્વભાગથી ગૌતમીપનો પૂર્વ ભાગ (પપહજાર+૧રહજાર= ૬૭હજાર) સડસઠ હજાર (૬૭,૦૦૦)યોજન પર અવસ્થિત હોવાથી ઉપર બતાવેલ અંતર સિદ્ધ થાય છે. પ્રસ્તુત સુત્રમાં હેમવત્ત- હરણ્યવાર ક્ષેત્રની બાહામાં તિ િય મા ગોયણ ... કહી છે. આ બાહા ઓગણીસયા ત્રણ ભાગ યોજન પ્રમાણે છે. જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર, વક્ષ-૪સૂત્ર.૩૭માં તિfo
વાસમાપ... સૂત્ર પાઠના આધારે અહીં કોસમાં પૂMવીસડુ પાઠ ગ્રહણ કર્યો છે.
અડસઠમું સમવાય :१० धायइसंडे णं दीवे अडसद्धिं चक्कवट्टिविजया, अडसद्धिं रायहाणीओ पण्णत्ताओ । उक्कोसपए अडसटुिं अरहंता समुप्पग्जिसु वा, समुप्पजेति वा, समुप्पज्जिस्संति वा । एवं चक्कवट्टी बलदेवा वासुदेवा ।
पुक्खरवरदीवड्डे णं अडसट्टि विजया, अडसद्धिं रायहाणीओ पण्णत्ताओ। उक्कोसपए अडसटुिं अरहंता समुप्पजिसु वा, समुप्पज्जेंति वा, समुप्पज्जिस्सति वा । एवं चक्कवट्टी बलदेवा वासुदेवा ।
विमलस्स णं अरहओ अडस४ि समणसाहस्सीओ उक्कोसिया समणयसंपया होत्था । ભાવાર્થ :- ધાતકી ખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય(ક્ષેત્ર)અને અડસઠ રાજધાનીઓ છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષા ધાતકી ખંડમાં અડસઠ અરિહંત ઉત્પન્ન થયાં હતાં, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. એવી રીતે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ પણ જાણવા જોઈએ.
પુષ્કરવર દ્વીપાર્ધમાં અડસઠ ચક્રવર્તી વિજય અને અડસઠ રાજધાનીઓ છે, ત્યાં ઉત્કૃષ્ટ અડસઠ અરિહંત ઉત્પન્ન થયાં હતાં, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તેવી જ રીતે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવનું સમજવું જોઈએ.
વિમલનાથ અરિહંતના સંઘમાં શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા અડસઠ હજાર હતી.