________________
૨૦૨
શ્રી સમવાયાંગ સૂત્ર
अगाराओ अणगारियं पव्वइए ।
सोहम्मवडिंसयस्स णं विमाणस्स एगमेगाए बाहाए पणसट्ठि पणसट्ठि
भोमा पण्णत्ता ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના આ દ્વીપમાં પાંસઠ સૂર્ય મંડલ (સૂર્યના પરિભ્રમણના માર્ગ) છે.
સ્થવિર મૌર્યપુત્ર પાંસઠ વર્ષ અગારવાસમાં (ગૃહસ્થપણામાં) રહીને મુંડિત થઈને ગૃહસ્થધર્મથી અણગારધર્મમાં પ્રવ્રુજિત થયા.
સૌધર્માવતંસક વિમાનની પ્રત્યેક દિશામાં પાંસઠ પાંસઠ ભવન છે.
છાંસઠમું સમવાય ઃ
७ दाहिणड्ढमाणुस्सखेत्ताणं छावट्ठि चंदा पभासिंसु वा, पभासंति वा, पभासिस्संति वा । छावट्ठि सूरिया तविंसु वा, तवति वा, तविस्संति वा । उत्तरढमाणुस्सखेत्ताणं छावट्ठि चंदा पभासिंसु वा, पभासंति वा, વા, છાવકૢિ સૂરિયા તવિસુ વા, તવંતિ વા, તવિસ્તૃતિ વા ।
,पभासिस्संति
ભાવાર્થ :-દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રને છાસઠ ચંદ્ર પ્રકાશિત કરતા હતા, પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરશે. એવી રીતે છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ઉત્તરાર્ધમનુષ્યક્ષેત્રને પણ છાસઠ ચંદ્ર પ્રકાશિત કરતાં હતા, પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરશે, તેવી રીતે છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. વિવેચન :
જંબુદ્રીપમાં બે ચંદ્ર, બે સૂર્ય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર, બાર સૂર્ય છે. કાલોદધિ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર અને બેતાલીસ સૂર્ય છે. પુષ્કરાર્ધદ્વીપમાં બોત્તેર ચંદ્ર અને બોત્તેર સૂર્ય છે. આ બે દ્વીપ, બે સમુદ્ર અને અર્ધ પુષ્કર દ્વીપને અઢી દ્વીપ કહે છે. પુષ્કરવર દ્વીપના બરાબર મધ્યભાગમાં ગોળાકાર માનુષોત્તર પર્વત છે. જેથી તે દ્વીપના બે ભાગ થઈ જાય છે, તે પર્વતની અંદરના ભાગનું ક્ષેત્ર માનુષક્ષેત્ર અથવા મનુષ્યક્ષેત્ર કહેવાય છે, કેમ કે મનુષ્યની ઉત્પત્તિ ત્યાં સુધી જ થાય છે. જંબુદ્રીપની મધ્યમાં સુદર્શન મેરુ પર્વત છે અને પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડમાં તથા પૂર્વ અને પશ્ચિમ અર્ધપુષ્કદ્વીપમાં એક એક મેરુ પર્વત છે. આ પાંચ મેરુ પર્વતની ઉત્તરનો વિભાગ ઉત્તરાર્ધ મનષ્યક્ષેત્ર અને મેરુ પર્વતની દક્ષિણનો વિભાગ દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. તે દક્ષિણાર્ધ– ઉત્તરાર્ધ જંબૂઢીપમાં એક એક, લવણ સમુદ્રમાં બે—બે, ઘાતકીખંડદ્વીપમાં છ–છ, કાલોદધિ સમુદ્રમાં એકવીસ–એકવીસ અને અર્ધપુષ્કર દ્વીપમાં છત્રીસ–છત્રીસ ચંદ્ર—સૂર્ય એટલે ૧+++૨૧+૩૬ = ૬૬ ચંદ્ર અને ૬૬ સૂર્ય ઉત્તરાર્ધ