________________
એકાવનથી સાઠ સમવાય
સાઠમું સમવાય ઃ
१८ एगमेगे णं मंडले सूरिए सट्ठिए सट्ठिए मुहुत्तेहिं संधाए ।
ભાવાર્થ :- સૂર્ય એક એક મંડલને સાઠ સાઠ મુહૂર્તમાં પૂર્ણ કરે છે.
વિવેચન :
સૂર્યને સુમેરુ પર્વતની એક વખત પ્રદક્ષિણા કરવામાં અર્થાત્ એક મંડલ પર પરિભ્રમણ કરવામાં સાઠ મુહૂર્ત થાય છે. મંડલ એટલે સૂર્યને મેરુ પર્વતને પરિકમ્મા કરવાનો વર્તુળાકાર માર્ગ એક સૂર્ય ૩૦મુહુર્તમાં અર્ધ મંડળને પાર કરે છે. ૬૦ મુહૂર્તે એક વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે છે.
૧૯૭
१९ लवणस्स णं समुद्दस्स सट्ठि णागसाहस्सीओ अग्गोदयं धारंति । विमले णं अरहा सट्ठि धणूई उड्ड उच्चत्तेणं होत्था ।
बलिस्स णं वइरोयणिंदस्स सट्ठि सामाणियसाहस्सीओ पण्णत्ताओ । बंभस्स णं देविंदस्स देवरण्णो सट्ठि सामाणियसाहस्सीओ पण्णत्ताओ । सोहम्मीसासु दोसु कप्पेसु सट्ठि विमाणावास सयसहस्सा पण्णत्ता ।
ભાવાર્થ :- લવણ સમુદ્રના અગ્રોદક (સોળ હજાર ઊંચી વેલાના ઉપરવાળું પાણી ) ને સાઠ હજાર નાગરાજદેવો ધારણ કરે છે.
વિમલનાથ અરિહંત સાઠ ધનુષ ઊંચા હતા.
બલિ વૈરોચનેન્દ્રના સાઠ હજાર સામાનિક દેવો છે. બ્રહ્મ દેવેન્દ્ર દેવરાજના સાઠ હજાર સામાનિક દેવો છે. સૌધર્મ અને ઈશાન આ બે કલ્પનાં સાઠલાખ (૩૨લાખ +૨૮લાખ =$0લાખ ) વિમાનાવાસ છે.
સમવાય-૫૧ થી ૬૦ સંપૂર્ણ