________________
[ ૧૯૬ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
गोथूभस्स णं आवासपव्वयस्स पच्चथिमिल्लाओ चरमंताओ वलयामुहस्स महापायालस्स बहुमज्झदेसभाए एस णं अट्ठावण्ण जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । एवं चउद्दिसं पि णेयव्वं । ભાવાર્થ :- પહેલી, બીજી અને પાંચમી, આ ત્રણ નરક પૃથ્વીઓના અડ્ડાવનલાખ (૩૦લાખ+૨૫લાખ+૩લાખ ૫૮લાખ) નરકાવાસ છે.
જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ અને અંતરાય આ પાંચે ય કર્મ પ્રકૃતિઓની ઉત્તર પ્રવૃતિઓ અઠ્ઠાવન (પર+૪+૪૨૫=૫૮) છે.
ગોસ્તંભ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્ત ભાગથી વડવામુખ મહાપાતાલના બહુ મધ્ય દેશભાગનું અવ્યાબાધ અંતર અઠ્ઠાવન હજાર યોજન છે. એવી રીતે ચારે ય દિશાનું જાણી લેવું જોઈએ.
વિવેચન :
સતાવનમાં સમવાયમાં ગૌસ્તુભ આવાસ પર્વતથી વડવામુખ મહાપાતાલના મધ્યભાગનું અંતર સત્તાવન હજાર યોજન કહ્યું છે તેમાં પર્વતની પહોળાઈ એક હજાર યોજન મેળવી દેવાથી અઠ્ઠાવન હજાર યોજન સિદ્ધ થઈ જાય છે, આવી રીતે ત્રણ મહાપાતાલ કળશનું જાણવું જોઈએ.
ઓગણસાઠમું સમવાય :१७ चंदस्स णं संवच्छरस्स एगमेगे उऊ एगूणसट्टि राइंदियाई राइंदियग्गेणं પ રે ! ___संभवे णं अरहा एगूणसद्धिं पुव्वसयसहस्साई अगारमझे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।
मल्लिस्स णं अरहओ एगूणसद्धिं ओहिणाणिसया होत्था ।
ભાવાર્થ :- ચંદ્ર સંવત્સર (ચંદ્રવર્ષ) ની એક-એક ઋતુ રાત્રિ દિવસની ગણનાની અપેક્ષાએ ઓગણસાઠ રાત્રિ દિવસ પ્રમાણ છે.
સંભવ અરિહંત ઓગણસાઠ લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત થઈ, ગૃહસ્થવાસને ત્યાગીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા.
મલ્લિ અરિહંતના સંઘમાં ઓગણસાઠસો (૧૯૦૦) અવધિજ્ઞાની હતા.