________________
એકાવનથી સાઠ સમવાય
૧૯૫ |
वलयामुहस्स महापायालस्स बहुमज्झदेसभाए एस णं सत्तावण्णं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । एवं दओभासस्स केउयस्स य, संखस्स जूयस्स य, दयसीमस्स ईसरस्स य ।
ભાવાર્થ :- ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંતથી વડવામુખ મહાપાતાલકળશના બહુમધ્ય દેશ ભાગ સુધીનું મધ્યવર્તી અંતર સત્તાવન હજાર યોજન છે. એવી જ રીતે દબાવભાસ આવાસ પર્વત અને કેતુક નામના પાતાળકળશ સુધીનું અંતર, શંખ આવાસ પર્વત અને યૂપક નામના પાતાળકળશ વચ્ચેનું અંતર તથા દકસીમ આવાસ પર્વત અને ઈશ્વર નામના મહાપાતાલનું અંતર જાણવું જોઈએ.
વિવેચન :
જંબદ્વીપની ગતીથી ગોખુભ પર્વતનું અંતર અડતાલીસ હજાર યોજન છે. ગૌસ્તુભ પર્વતનો વિસ્તાર એક યોજનાનો છે તથા ગોસ્તંભ પર્વત અને વડવામુખ પાતાળકળશનું અંતર બાવન હજાર યોજનનું છે. વડવામુખપાતાળ કળશનો વિસ્તાર દશ હજાર યોજનાનો છે. તેના અર્ધા પાંચ હજાર યોજનાને બાવન હજાર યોજનમાં મેળવી દેવાથી સત્તાવન હજાર યોજનાનું અંતર ગોભના પૂર્વ ચરમાન્સથી વડવામુખપાતાળકળશના મધ્યભાગ સુધીનું સિદ્ધ થઈ જાય છે. આ રીતે ત્રણે મહાપાતાલ કળશનું અંતર પણ જાણી લેવું . |१५ मल्लिस्स णं अरहओ सत्तावण्णं मणपज्जवणाणिसया होत्था ।
महाहिमवंत-रुप्पीणं वासहरपव्वयाणं जीवाणं धणुपिटुं सत्तावण्णं सत्तावण्णं जोयणसहस्साई दोण्णि य तेणउए जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं पण्णत्तं । ભાવાર્થ :- મલ્લિ અરિહંતના સંઘમાં સત્તાવન સો (૫૭00) મન:પર્યવજ્ઞાની મુનિ હતા.
મહા હિમાવાન અને રુક્ષ્મી વર્ષધર પર્વતની જીવાઓનું ધનુપૃષ્ઠ સત્તાવન હજાર બસ્સો ત્રાણું યોજન અને એક યોજનના ઓગણત્રીસ ભાગોમાંથી દશ ભાગ પ્રમાણ (૫૭૨૯૩, ૧૦/૨૯ યોજન) પરિક્ષેપ છે.
અઠ્ઠાવનમું સમવાય - |१६ पढम-दोच्च-पंचमासु तिसु पुढवीसु अट्ठावण्णं णिरयावास सयसहस्सा पण्णत्ता। __णाणावरणिज्जस्स वेयणिय-आउय-णाम-अंतराइयस्स एएसि णं पंचण्हं कम्मपगडीणं अट्ठावण्णं उत्तरपगडीओ पण्णत्ताओ।