________________
૧૯૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
૧ એકસઠથી સિત્તેર સમવાય | zzzzzzzzzzzzz
સમવાય સાર :
પ્રસ્તુત માં એકસઠથી સિત્તેર સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા– એકસઠમા સમવાયમાં એક યુગના એકસઠ ઋતુ માસ, બાસઠમા સમવાયમાં ભગવાન વાસુપૂજ્યના દર ગણ અને દર ગણધર, ત્રેસઠમા સમવાયમાં ભગવાન ઋષભદેવનો ૩લાખનો પૂર્વ રાજ્યકાળ, ચોસઠમાસમવાયમાં ચક્રવર્તીનો બહુમૂલ્ય ચોસઠ સરો હાર, પાંસઠમા સમવાયમાં ગણધર મૌર્યપુત્રની ૫ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ, છાસઠમા સમવાયમાં શ્રેયાંસનાથના ૬ ગણ અને છ ગણધર, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ છ સાગરની સ્થિતિ, સડસઠમા સમવાયમાં એક યુગનાં ૬૭ નક્ષત્ર માસ, અડસઠમા સમવાયમાં ધાતકીખંડ દ્વીપમાં ચક્રવર્તીની ૬૮ વિજય, ૬૮ રાજધાનીઓ અને ઉત્કૃષ્ટ ૮ અરિહંત તથા ભગવાન વિમલનાથના ૬૮ હજાર સાધુઓ, ઓગણોસિતેરમા સમવાયમાં મનુષ્યલોકમાં મેરુપર્વતને છોડીને ૬૯ વર્ષક્ષેત્ર તથા વર્ષધર પર્વત, સીત્તેરમા સમવાયમાં ભગવાન મહાવીરનો વર્ષાવાસ વગેરે વર્ણન છે.
એકસઠમું સમવાય :| १ पंचसंवच्छरियस्स णं जुगस्स रिउमासेणं मिज्जमाणस्स इगसद्धिं उउमासा पण्णत्ता । मंदरस्स णं पव्वयस्स पढमे कंडे एगसट्ठिजोयणसहस्साई उड्डे उच्चत्तेणं पण्णत्ते । चंदमंडले णं एगसट्टि विभागविभाइए समंसे पण्णत्ते। एवं सूरस्स वि ।
ભાવાર્થ :- પાંચ સંવત્સરવાળા યુગમાં, ઋતુ મહિનાઓની ગણતરી કરતા, એકસઠ ઋતુ મહિના થાય છે. મંદર પર્વતનો પ્રથમ કાંડ એકસઠ હજાર(લ,000) યોજન ઊંચો છે. ચંદ્રમંડલ- ચંદ્ર વિમાન એક યોજનના એકસઠ ભાગોથી વિભાજિત કરવા પર પૂરા છપ્પન ભાગ પ્રમાણ સમ અંશ હોય છે. એવી રીતે સૂર્ય વિમાન પણ એક યોજનાને એકસઠ ભાગોમાં વિભાજિત કરવાથી પૂરા અડતાલીસ ભાગ પ્રમાણ સમ અંશ હોય છે.
વિવેચન :
પ્રસ્તુતમાં ચંદ્રવિમાન પs/૬૧ યોજના અને સૂર્યવિમાન ૪૮/૬૧ યોજન પ્રમાણ છે, તેનું કથન છે. એકસઠમું સમાવય હોવાથી એક યોજના એકસઠ ભાગ કરવામાં આવે તો એકસઠીયા પ૬ અને ૪૮ ભાગ પ્રમાણ છે. પs અને ૪૮ સમસંખ્યા છે. વિષમ સંખ્યા નથી, તે સનસે– સમઅંશ શબ્દ દ્વારા સૂચિત કર્યુ છે.