________________
એકાવનાથી સાઠ સમવાય
[ ૧૯૩]
સર્વભાવદર્શી જિન થયા.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક દિવસમાં એક આસને બેસીને ચોપન પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા અથવા ચોપન વ્યાખ્યાન આપ્યા હતા.
અનંતનાથ અરિહંતના ચોપન ગણ અને ચોપન ગણધર હતા.
પંચાવનમું સમવાય :
८ मल्ली णं अरहा पणवणं वाससहस्साई परमाउं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खपहीणे । ભાવાર્થ :- મલ્લી અરિહંત પંચાવન હજાર વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. | ९ मंदरस्स णं पव्वयस्स पच्चथिमिलाओ चरमंताओ विजयदारस्स पच्चत्थिमिल्ले चरमते एस णं पणवण्णं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। एवं चाउद्दिसि पि विजय वेजयंत जयंत अपराजियं ति । ભાવાર્થ - મંદર પર્વતના પશ્ચિમ ચરમાંત ભાગથી પૂર્વ વિજય દ્વારના પશ્ચિમી ચરમાંત ભાગનું અંતર પંચાવન હજાર(૫૫,૦૦૦) યોજન છે. તે રીતે ચારે ય દિશામાં વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત દ્વારોનાં અંતર જાણવા જોઈએ.
વિવેચન :
મંદર પર્વત ભૂમિ ભાગ સમીપે ૧૦,000 યોજન પહોળો છે. મંદર પર્વતથી જંબૂઢીપની જગતી અને જગતીમાં સ્થિત વિજયદ્વાર ૪૫,000 યોજન દૂર છે 10000 મેરુ પર્વતની પહોળાઈના +૪૫000 મેરુથી જગતની વચ્ચેના અંતરના ૫૫000 યોજન નું અંતર જાણવું. |१० समणे णं भगवं महावीरे अंतिमराइयंसि पणवण्णं अज्झयणाई कल्लाणफलविवागाइं पणवण्णं अज्झयणाई पावफलविवागाई वागरित्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અંતિમ રાત્રિમાં કલ્યાણફળ પુણ્યફલ વિપાકવાળાં પંચાવન અને પાપફલવિપાકવાળાં પંચાવન અધ્યયનનું પ્રતિપાદન કરીને સિદ્ધ થયા યાવત સર્વ દુઃખોથી રહિત થયા.