________________
[ ૧૯૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
રહિત થયા.
દર્શનાવરણીય અને નામકર્મ એ બન્ને કર્મની (૯૪૨-૫૧) એકાવન ઉત્તર પ્રકૃતિ છે.
વિવેચન :
આચારંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના શસ્ત્રપરિજ્ઞા આદિ અધ્યયન બ્રહ્મચર્યના નામથી પ્રખ્યાત છે, તેમાં એકાવન ઉદ્દેશક છે. તેથી ઉદ્દેશન કાલ પણ એકાવન જ છે.
બાવનમું સમવાય : - | २ मोहणिज्जस्स णं कम्मस्स वावण्णं णामधेज्जा पण्णत्ता । तं जहाकोहे कोवे रोसे दोसे अखमा संजलणे कलहे चंडिक्के भंडगे विवाए १०,
माणे मदे दप्पे थंभे अत्तुक्कोसे गव्वे परपरिवाए अवक्कोसे [परिभवे] उण्णए , उण्णामे २१
माया उवही णियडी वलए गहणे णूमे कक्के कुरुए दंभे ३, कूडे जिम्हे किव्विसे अणायरणया गृहणया वंचणया पलिकुंचणया सातिजोगे ३८ ।
___ लोभे इच्छा, मुच्छा कंखा गेही तिण्हा भिज्जा अभिज्जा कामासा भोगासा जीवियासा मरणासा, गंदी रागे ५२ । ભાવાર્થ :- મોહનીય કર્મનાં બાવન નામ છે, જેમ કે– (૧) ક્રોધ (૨) કોપ (૩) રોષ (૪) દ્વેષ (૫) અક્ષમાં (૬) સંજવલન (૭) કલહ (૮) ચાંડિક્ય (૯) લંડન (૧૦) વિવાદ, આ દશ નામ ક્રોધ કષાયના છે.
(૧૧) માન (૧૨) મદ (૧૩) દર્પ (૧૪) સ્થંભ (૧૫) આત્મોકર્ષ (૧૬) ગર્વ (૧૭) પરંપરિવાદ (૧૮) અપકર્ષ (૧૯) પરિભવ (૨૦) ઉન્નત (ર૧) ઉનામ, આ અગિયાર નામ માન કષાયના છે.
(૨૨) માયા (૨૩) ઉપધિ (ર૪) નિકૃતિ (૨૫) વલય (૨૬) ગહન (૨૭) જવામ(ભૂમ) (૨૮) કલ્ક (૨૯) કુરુક (૩૦) દંભ (૩૧) ફૂટ (૩૨) જિહ્મ (૩૩) કિલ્પિષ (૩૪) અનાચરણતા (૩૫) ગૂહણતા (૩૬) વંચનતા (૩૭) પલિકંચનતા (૩૮) સાતિયોગ, આ સત્તર નામ માયા કષાયના છે.
(૩૯) લોભ (૪૦) ઈચ્છા (૪૧) મૂચ્છ (૪૨) કાંક્ષા (૪૩) ગૃદ્ધિ (૪૪) તૃષ્ણા (૪૫) ભિધ્યા (૪૬) અભિધ્યા (૪૭) કામાશા (૪૮) ભોગાશા (૪૯) જીવિતાશા (૫૦) મરણાશા (૫૧) નંદી (પર) રાગ, આ ચૌદ નામ લોભ કષાયનાં છે. આ રીતે ચારે કષાયનાં મળીને (૧૦+૧૧+૧૭+૧૪ પર) બાવન મોહનીય કર્મનાં નામ થાય છે.