________________
એકાવનથી સાઠ સમવાય
એકાવનથી સાઠ સમવાય (ac|az|2c|2c|ac|ac
૧૮૯
સમવાય સાર :
પ્રસ્તુતમાં એકાવન થી સાઠ સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા – એકાવનમા સમવાયમાં આચારાંગના ૯ બ્રહ્મચર્ય અધ્યયનના એકાવન ઉદ્દેશન કાલ, બાવનમા સમવાયમાં મોહનીય કર્મનાં બાવન નામ, ત્રેપનમા સમવાયમાં ભગવાન મહાવીરના ત્રેપન સાધુઓની એક વર્ષ દીક્ષા પર્યાય પાળીને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ, ચોપનમા સમવાયમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં ૫૪ ઉત્તમ પુરુષો, ભગવાન અરિષ્ટનેમિનો ૫૪ રાત્રિ-દિવસનો છદ્મસ્થ કાળ, ભગવાન અનંતનાથના ૫૪ ગણધર, પંચાવનમા સમવાયમાં ભગવતી મલ્લીનું ૫૫ હજાર વર્ષનું આયુષ્ય, છપ્પનમા સમવાયમાં ભગવાન વિમલનાથના ૫૬ ગણ અને ૫૬ ગણધર, સત્તાવનમા સમવાયમાં મલ્લીનાથ ભગવાનના ૫૭ મનઃપર્યવજ્ઞાની, અઠ્ઠાવનમા સમવાયમાં જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અંતરાય, એમ પાંચ કર્મોની ૫૮ ઉત્તર પ્રકૃતિઓ, ઓગણસાઠમા સમવાયમાં ચંદ્ર સંવત્સરની ૫૯ અહોરાત્રિની એક ઋતુ, સાઠમા સમવાયમાં સૂર્યના એક મંડલનો ૬૦ મુહૂર્તનો પરિભ્રમણ કાળ વગેરે વર્ણન છે.
એકાવનમું સમવાય ઃ
१ णवण्हं बंभचेराणं एकावण्णं उद्देसणकाला पण्णत्ता ।
चमरस्स णं असुरिंदस्स असुरण्णो सभा सुहम्मा एकावण्णखंभसयसण्णिविट्ठा पण्णत्ता । एवं चेव बलिस्स वि ।
सुप्प णं बलदेवे एकावण्णं वाससयसहस्साइं परमाउं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
दंसणावरण-णामाणं दोन्हं कम्माणं एकावण्णं उत्तरपगडीओ
पण्णत्ताओ।
ભાવાર્થ : – નવે ય બ્રહ્મચર્યના (આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના)એકાવન ઉદ્દેશન કાલ છે.
અસુરેન્દ્ર અસુરરાજ ચમરની સુધર્માસભા એકાવનસો થાંભલાથી બનેલી છે. તે રીતે બલીન્દ્રની સભા પણ જાણી લેવી.
સુપ્રભ બલદેવ એકાવન હજાર વર્ષનું પરમ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી