________________
એકતાલીસથી પચાસ સમવાય
શોધન કરી, પાર કરી, કીર્તન કરી, આજ્ઞાથી અનુપાલન કરી આરાધિત થાય છે.
વિવેચન :
સાત સાત દિવસનાં સાત સપ્તાહ અર્થાત ૪૯ દિવસમાં જે અભિગ્રહ વિશેષની આરાધનામાં લાગે છે, તેને સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમા કહે છે. તેની વિધિ સંસ્કૃત ટીકાકારે બે પ્રકારે કહી છે– (૧) પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક એક ભિક્ષાદત્તિની વૃદ્ધિથી અઠયાવીસ ભિક્ષાદત્તિ થાય છે. અર્થાત સપ્તાહના પ્રથમ દિવસે એક ભિક્ષાદત્તિ, બીજા દિવસે બે, આ રીતે ક્રમશઃ એક એક વધારતાં સાત ભિક્ષાદત્તિ ગ્રહણ કરે છે. એક સપ્તાહની ૧+૨+૩+૪+૫+૬+૭=૨૮ ભિક્ષાદત્તિ થાય, તે જ રીતે બીજા આદિ સપ્તાહમાં પણ પ્રતિદિન એક એક ભિક્ષાદત્તિની વૃદ્ધિથી સાત સપ્તાહમાં બધી મળીને ૨૮×૭=૧૯૬ એકસો છઠ્ઠું ભિક્ષાદત્તિ થાય છે (૨) પ્રથમ સપ્તાહના સાતે દિવસોમાં એક એક ભિક્ષાદત્તિ ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં સાતે ય દિવસ બે ભિક્ષાદત્તિ ગ્રહણ કરે છે. આ રીતે સાતે ય સપ્તાહમાં એક એક ભિક્ષાદત્તિ વધારતાં સાતે ય સપ્તાહની સમસ્ત ભિક્ષાદત્તિઓ એકસો છઠ્ઠું (૭+૧૪+૧+૨૮+૩૫+૪૨+૪૯-૧૯૬ ) થાય છે. १४ देवकुरु- उत्तरकुरुसु णं मणुया एगूणपण्णास - राइदिएहिं संपण्ण जोव्वणा અવંતિ ।
तेइंदियाणं उक्कोसेणं एगूणपण्णं राइंदिया ठिई ।
:- દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રમાં ઓગણપચાસ દિવસમાં મનુષ્ય પૂર્ણ યૌવનથી સંપન્ન થઈ
ભાવાર્થ જાય છે.
૧૮૭
તેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ રાત્રિ—દિવસનું છે.
પચાસમું સમવાય ઃ
१५ मुणिसुव्वयस्स णं अरहओ पण्णासं अज्जियासाहस्सीओ होत्था । अनंते णं अरहा पण्णासं धणूइं उड्डुं उच्चत्तेणं होत्था । पुरिसुत्तमे णं वासुदेवे पण्णासं धणूइं उड्डुं उच्चत्तेणं होत्था ।
ભાવાર્થ :- મુનિસુવ્રત અરિહંતના સંઘમાં પચાસ હજાર આર્થિકાઓ હતાં. અનંતનાથ અરિહંત પચાસ ધનુષ્ય ઊંચા હતા. પુરુષોત્તમ વાસુદેવ પચાસ ધનુષ ઊંચા હતા.
१६] सव्वे वि णं दीहवेयड्डा मूले पण्णासं पण्णासं जोयणाणि विक्खंभेणं
पण्णत्ता।