________________
[ ૧૮૪]
શ્રી સમવાયાંગ સૂત્ર
तइए वग्गे तेयालीसं उद्देसणकाला पण्णत्ता ।
ભાવાર્થ :- કર્મવિપાક સૂત્રના (કર્મના શુભાશુભ ફળ બતાવનાર અધ્યયન) તેતાલીસ અધ્યયન છે. પહેલી, ચોથી અને પાંચમી નરક પૃથ્વીના તેતાલીસ લાખ (૩૦લાખ+૧૦લાખ+૩લાખ=૪૩ લાખ) નરકાવાસ છે. જંબૂદ્વીપ નામના આ દ્વીપના પૂર્વી ચરમાંતથી ગોસ્તૃભ આવાસ પર્વતના પૂર્વી ચરમાન્ત સુધી મધ્યવર્તી ક્ષેત્રનું અંતર તેતાલીસ હજાર યોજન છે. આ રીતે ચારે દિશાઓનું અંતર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે, દક્ષિણમાં દકાવભાસ આવાસ પર્વત છે, પશ્ચિમ દિશામાં શંખ આવાસ પર્વત છે અને ઉત્તર દિશામાં દકસીમ આવાસ પર્વત છે. મહાલિકા વિમાન પ્રવિભક્તિ કાલિકસુત્રના ત્રીજા વર્ગમાં તેંતાલીસ ઉદ્દેશન કાળ છે.
ચુમ્માલીસમું સમવાય :| ७ चोयालीसं अज्झयणा इसिभासिया दियलोगचुया भासिया पण्णत्ता। विमलस्स णं अरहओ चोयालीसं पुरिसजुगाई अणुपिट्टि सिद्धाई जाव सव्वदुक्खप्पहीणाई। धरणस्स णं णागिंदस्स णागरण्णो चोयालीसं भवणावास सयसहस्सा पण्णत्ता । महालियाए णं विमाणपविभत्तीए चउत्थे वग्गे चोयालीसं उद्देसणकाला पण्णत्ता ।
ભાવાર્થ :- ઋષિભાષિત સૂત્રમાં દેવલોકથી શ્રુત જીવોના ચુમ્માલીસ અધ્યયન છે.વિમલ અરિહંતના શાસનમાં અનુક્રમથી ચુમ્માલીસ પુરુષ યુગ(પેઢી)એકની પાછળ એક દીક્ષિત થઈને ક્રમશઃ સિદ્ધ થયા યાવતુ સર્વદુઃખોથી રહિત થયા. નાગેન્દ્ર નાગરાજ ધરણના ચુમ્માલીસ લાખ (૪૪,00,000)ભવનાવાસ કહ્યા છે. મહાલિકા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ચુમ્માલીસ ઉદ્દેશન કાલ છે.
પિસ્તાલીસમું સમવાય :
८ समयखेत्ते णं पणयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं पण्णत्ते सीमंतए णं णरए पणयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं पण्णत्ते। एवं उडुविमाणे वि । ईसिपब्भारा णं पुढवीवि एवं चेव । धम्मे णं अरहा पणयालीसं धणूई उड्डे उच्चत्तेणं होत्था । मंदरस्स णं पव्वयस्स चउद्दिसिं पि पणयालीसं पणयालीसं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ :- સમયક્ષેત્ર (અઢીદ્વીપ) પિસ્તાલીસ લાખ(૪૫,00,000) યોજન લાંબું પહોળું છે. પ્રથમ નરકનો સીમંતક નરકાવાસ પિસ્તાલીસ લાખ યોજન લાંબો પહોળો છે. ઉડુ નામનું (સૌધર્મ–ઈશાન