________________
એકતાલીસથી પચાસ સમવાય
[ ૧૮૧ ]
-એકતાલીસથી પચાસ સમવાય== = = == = == == ==
પરિચય :
પ્રસ્તુત માં એકતાલીસથી પચાસ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા–એકતાલીસમા સમવાયમાં ભગવાન નમિનાથની એકતાલીસ હજાર સાધ્વીઓ, બેતાલીસમા સમવાયમાં નામકર્મની બેતાલીસ પ્રકૃતિ, ભગવાન મહાવીરની બેતાલીસ વર્ષથી કંઈક અધિક શ્રમણ પર્યાય, તેતાલીસમા સમવાયમાં કર્મવિપાકનાં સેંતાલીસ અધ્યયન, ચુંમાલીસમા સમવાયમાં ઋષિભાષિતનાં ચુમ્માલીસ અધ્યયન, પિસ્તાલીસમા સમવાયમાં મનુષ્ય ક્ષેત્ર,સીમંતક નરકાવાસા, ઉડુવિમાન અને સિદ્ધશિલા, આ ચારેય નો ૪૫-૪૫ લાખ યોજન નો વિસ્તાર છે. છેતાલીસમા સમવાયમાં બ્રાહ્મીલિપિના છેતાલીસ માતૃકાક્ષર, સુડતાલીસમા સમવાયમાં સુડતાલીસ વર્ષ સુધી સ્થવિર ભગવાન અગ્નિભૂતિનું ગૃહવાસમાં રહેવું, અડતાલીસમા સમવાયમાં ભગવાન ધર્મનાથના ૪૮ ગણ અને ગણધરો, ઓગણપચાસમા સમવાયમાં તેઈન્દ્રિય જીવોની ૪૯ દિવસ રાત્રિની સ્થિતિ, પચાસમા સમવાયમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની ૫૦ હજાર સાધ્વીઓ આદિનું વર્ણન છે. એકતાલીસમું સમવાય :| १ णमिस्स णं अरहओ एक्कचत्तालीसं अज्जिया साहस्सीओ होत्था ।
चउसु पुढवीसु एक्कचत्तालीसं णिरयावाससयसहस्सा पण्णत्ता, तं जहा- रयणप्पभाए, पंकप्पभाए, तमाए, तमतमाए ।
महालियाए णं विमाणपविभत्तीए पढमे वग्गे एक्कचत्तालीसं उद्देसणकाला पण्णत्ता। ભાવાર્થ - નમિ અરિહંતના સંઘમાં એકતાલીસ હજાર સાધ્વીઓ હતાં.
ચાર પૃથ્વીઓમાં એકતાલીસ લાખ નરકાવાસ છે, જેમ કે– રત્નપ્રભામાં ૩૦ લાખ, પંકપ્રભામાં ૧૦ લાખ, તમઃ પ્રભામાં પાંચ ઓછા એક લાખ અને મહાતમ પ્રભામાં પાંચ નરકવાસ છે.
મહાલિકા (મહતી) વિમાન પ્રવિભક્તિ કાલિકસુત્રના પ્રથમ વર્ગમાં એકતાલીસ ઉદ્દેશન કાળ છે. બેતાલીસમું સમવાય :| २ समणे भगवं महावीरे बायालीसं वासाई साहियाई सामण्णपरियागं
નથી