________________
[ ૧૭૬]
શ્રી સમવાયાંગ સૂત્ર
- છત્રીસથી ચાલીસ સમવાય – ZTE Ezzzzzzzzz
પરિચય :
છત્રીસમા સમવાયમાં છત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે, યથા - ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયન, અસુરેન્દ્રની સુધર્માસભાની છત્રીસ યોજનની ઊંચાઇ, ભગવાન મહાવીરની છત્રીસ હજાર સાધ્વીઓ, ચૈત્ર અને આસો માસમાં છત્રીસ અંગુલ પૌરુષી છાયા આદિનું વર્ણન છે.
સાડત્રીસમા સમવાયમાં કુંથુનાથ ભગવાનના સાડત્રીસ ગણધર, સાડત્રીસ ગણ, આડત્રીસમા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથની આડત્રીસ હજાર સાધ્વીઓ, ઓગણચાલીસમા સમવાયમાં ભગવાન નેમિનાથના ૩૯૦૦ અવધિજ્ઞાની અને ચાલીસમા સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિની ચાલીસ હજાર સાધ્વીઓ વગેરે વિષયોનું કથન છે.
છત્રીસમું સમવાય :| १ | छत्तीसं उत्तरज्झयणा पण्णत्ता, तं जहा-१.विणयसुयं २. परीसहो ३. चाउरंगिज्जं ४. असंखयं ५. अकाम मरणिज्जं ६. पुरिसविज्जा ७. उरब्भिज्ज ८. काविलियं ९. णमिपव्वज्जा १०. दुमपत्तयं ११. बहुसुयपूजा १२. हरिए सिज्ज १३. चित्तसंभूयं १४. उसुयारिज १५. सभिक्खुगं १६.समाहिठाणाई १७. पावसमणिज्ज १८. संजइज्ज १९. मियचारिया २०. अणाहपव्वज्जा २१. समुद्दपालिज्ज २२. रहणेमिज्ज २३. गोयम-केसिज्ज २४. समिईओ २५. जण्णइज्ज २६. सामायारी २७. खलुकिज्ज २८. मोक्खमग्गगई २९. अप्पमाओ ३०. तवोमग्गो ३१. चरणविही ३२. पमायठाणाई ३३. कम्मपयडी ३४. लेसज्झयणं ३५. अणगारमग्गे ३६. जीवाजीवविभत्ती य । ભાવાર્થ :- ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીસ અધ્યયન છે, જેમ કે- (૧) વિનયશ્રુત (૨) પરીષહ (૩) ચાર અંગની દુર્લભતા (૪) અસંસ્કૃત (૫) અકામ મરણ (૬) પુરુષ વિદ્યા (શુલ્લક નિગ્રંથીય) (૭) ઉરબ્રીય–બોકડા (૮) કપીલ કેવળી (૯) નિમિપ્રવ્રજ્યા (૧૦) દ્રુમપત્રક (૧૧) બહુશ્રુત (૧૨) હરિકેશી મુનિ (૧૩) ચિત્ત સંભૂતિ (૧૪) ઈક્ષકારીય (૧૫) સભિક્ષુ (૧૬) બ્રહ્મચર્ય સમાધિસ્થાન (૧૭) પાપ શ્રમણ (૧૮) સંયતિ (૧૯) મૃગાપુત્ર (૨૦) અનાથી નિગ્રંથ (૨૧) સમુદ્રપાલ (૨૨) રથનેમી (૨૩) ગૌતમ કેશી (૨૪) સમિતિ (અષ્ટ પ્રવચન માતા) (૨૫) જયઘોષ-વિજયઘોષ (૨૬) સમાચારી (૨૭)