________________
પાત્રીસ સમવાય
| ૧૭૫ |
અર્થ અને ધર્મના અભ્યાસથી યુક્ત હોય, રર. ઉદારત્વ તુચ્છતા રહિત અને ઉદારતા યુક્ત હોય, ૨૩. પરનિદાત્મોત્કર્ષ વિપ્રમુક્તત્વ: બીજાની નિંદા અને પોતાની પ્રસંશા રહિત હોય, ૨૪. ઉપગત શ્લાઘત્વઃ જેને સાંભળીને લોકો પ્રસંશા કરે, એવાં વચન હોય, ૨૫. અનપનીતત્વઃ કાલ, કારક, લિંગ, પ્રત્યય આદિ વ્યાકરણના દોષ રહિત હોય, ૨૬. ઉત્પાદિતાછિન્ન કૌતુહલત્વઃ ઉપદેશના વિષયમાં શ્રોતાજનોને નિરંતર કુતૂહલ, જિજ્ઞાસા ઉત્પન્ન કરાવનાર હોય, ૨૭. અલ્કતત્વઃ આશ્ચર્યકારક અદ્ભુત નવા નવા વચન પ્રયોગ હોય, ૨૮. અનતિ વિલમ્બિવઃ અતિ વિલંબરહિત ધારા પ્રવાહથી બોલતા હોય. ૨૯. વિશ્વમાદિ વિમુક્તઃ મનની ભ્રાંતિ, વિક્ષેપ–ચિત્તની ચંચળતા અને રોષ, ભય, અભિલાષા આદિ માનસિક દોષો રહિત હોય, ૩૦. અનેક જાતિ સંશ્રયાવિચિત્રત્વઃ અનેક પ્રકારે વર્ણનીય વસ્તુ સ્વરૂપનું વર્ણન કરનાર વિચિત્ર વચન હોય, ૩૧. આહિત વિશેષત્વઃ સામાન્ય વચનોથી કંઈક વિશેષતા યુક્ત વચન હોય, ૩૨. સાકારત્વઃ પૃથક્ પૃથ૬ વર્ણ, પદ, વાક્ય વડે આકાર પ્રાપ્ત વચન હોય, ૩૩. સાવ પરિગૃહિતત્વઃ સાહસથી પરિપૂર્ણ વચન હોય, ૩૪. અપરિખેદિત ખિન્નતાથી રહિત વચન હોય, ૩૫. અવ્યુચ્છેદિત્વઃ વિવક્ષિત અર્થની સમ્યક્ સિદ્ધિ થવા સુધી અવિચ્છિન પ્રવાહવાળાં વચન હોય.
આવા ગુણયુક્ત વચન સાંભળનારમાં પણ ગુણો જ ઉત્પન્ન કરનાર હોય, તેઓનું હિત કરાવનાર હોય છે. | २ | कुंथू णं अरहा पणत्तीसं धणूई उठं उच्चत्तेणं होत्था । दत्ते णं वासुदेवे पणतीसं धणूई उड्डे उच्चत्तेणं होत्था । णंदणे णं बलदेवे पणत्तीसं धणूई उड्ढे उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- કુન્યુ અરિહંત પાંત્રીસ ધનુષ ઊંચા હતા. દર વાસુદેવ પાંત્રીસ ધનુષ ઊંચા હતા.નંદન બલદેવ પાંત્રીસ ધનુષ ઊંચા હતા. | ३ | सोहम्मे कप्पे सुहम्माए सभाए माणवए चेइयक्खंभे हेट्ठा उवरिंच अद्धतेरस जोयणाणि वज्जेत्ता मज्झे पणत्तीसं जोयणेसु वइरामएसु गोलवट्टसमुग्गएसु जिणसकहाओ पण्णत्ताओ।
बितिय-चउत्थीसु दोसु पुढवीसु पणतीसं णिरयावाससयसहस्सा पण्णत्ता। ભાવાર્થ :- સૌધર્મકલ્પમાં સૌધર્મસભાના માણવક ચેત્ય સ્થંભમાં નીચે અને ઉપર સાડાબાર-સાડાબાર યોજન છોડીને મધ્યવર્તી પાંત્રીસ યોજનમાં વજમય, ગોળ વર્તુળાકાર પેટીઓમાં જિનના અસ્થિકળશ રાખેલા છે. બીજી તથા ચોથી નરક, પૃથ્વીઓના મળીને પાંત્રીસ લાખ નરકાવાસ છે.
સમવાય-૩૫ સંપૂર્ણ