SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી સમવાયાંગ સૂત્ર પાત્રીસમું સમવાય • ||PPPP||P/P/P// પરિચય : પાંત્રીસમા સમવાયમાં પાંત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે, યથા – પાંત્રીસ સત્ય વચનના અતિશય, કુન્થુ અરિહંત, દત્ત વાસુદેવ,નંદન બલદેવ, તે પાંત્રીસ ધનુષ ઊંચા હતા. બીજી અને ચોથી નરકમાં પાંત્રીસ લાખ નરકાવાસનું નિરૂપણ છે. पण्णतीसं सच्चवयणाइसेसा पण्णत्ता । १ ભાવાર્થ :- સત્ય વચનના પાંત્રીસ અતિશય છે. વિવેચન : મૂળ સૂત્રમાં આ પાંત્રીસ વચન અતિશયોનાં નામ નથી, પરતું સંસ્કૃત ટીકાકારે પાંત્રીસ વચનના ગુણોનો ઉલ્લેખ કર્યો છે. ૧. સંસ્કારોપેતત્વ : વચનોનું વ્યાકરણ સંસ્કાર યુક્ત હોય ૨. ઉદાત્તત્વ ઃ ઉચ્ચ સ્વરથી પરિપૂર્ણ હોય, ૩. ઉપચારોપેતત્વ ઃ ગ્રામીણતાથી રહિત હોય, ગામઠી શબ્દ ન હોય, ૪. ગંભીર શબ્દત્વ ઃ મેઘ સમાન ગંભીર શબ્દોથી યુક્ત હોય, ૫. અનુનાદિત્વઃ પ્રતિધ્વનિ ઉપજાવનારાં વચન હોય, ૬. દક્ષિણત્વઃ સરલતા યુક્ત વચન હોય, ૭. ઉપનીત રાગત્વ ઃ યથોચિત રાગ–માલકોશ વગેરે રાગ-રાગિણીથી યુક્ત હોય. આ સાત અતિશય શબ્દ સૌંદર્યની અપેક્ષાથી જાણવા જોઈએ. હવે પછીના અતિશયો અર્થ ગૌરવની અપેક્ષા રાખે છે. - ૮. મહાર્થત્વ : મહાન અર્થવાળા વચન હોય, ૯. અવ્યાહત પૂર્વાપરત્વ : પૂર્વાપર અવિરોધી અર્થવાળા હોય, ૧૦. શિષ્યત્વ : વક્તાની શિષ્ટતાના સૂચક હોય, ૧૧. અસંદિગ્ધત્વ : સંદેહ રહિત નિશ્ચિત અર્થના પ્રતિપાદક હોય, ૧૨. અપહૃતાન્યોત્તરત્વ : પરદત્ત દૂષિત આક્ષેપોના નિવારક વચન હોય, ૧૩. હૃદયગ્રાહિત્ય : શ્રોતાના હૃદયગ્રાહી–મનોહર વચન હોય, ૧૪. દેશ કાલોચિતત્વ ઃ દેશ કાલને અનુકૂળ અવસરોચિત વચન હોય, ૧૫. તત્ત્વાનુરુપત્વ ઃ વિવક્ષિત વસ્તુ સ્વરૂપનાં અનુરૂપ વચન હોય, ૧૬. અપ્રકીર્ણ પ્રસૃતત્વ ઃ નિરર્થક વિસ્તારથી રહિત સુસંબંધ વચન હોય, ૧૭. અન્યોન્ય પ્રગૃહિતઃ પરસ્પર અપેક્ષા રાખનાર પદો અને વાક્યોથી યુક્ત હોય, ૧૮. અભિજાતત્વ ઃ વક્તાની કુલીનતા અને શાલીનતાના સૂચક હોય, ૧૯. અતિસ્નિગ્ધ મધુરત્વ ઃ અત્યંત સ્નેહથી ભરેલા મધુરતા–મિષ્ટતા યુક્ત હોય, ૨૦. અપરમર્મ વૈધિત્વ : બીજાના મર્મ ઉઘાડનાર વચન ન હોય, ૨૧. અર્થધર્માભ્યાસોપેતત્વ ઃ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy