________________
| ચોત્રીસ સમવાય
.
૧૭૩.
વિભાજન નથી.
२ जंबुद्दीवे णं दीवे चउत्तीसं चक्कवट्टिविजया पण्णत्ता । तं जहाबत्तीसं महाविदेहे, दो भरहे एरवए । जंबुद्दीवे णं दीवे चोत्तीसं दीहवेयड्डा पण्णत्ता । जंबुद्दीवे णं दीवे उक्कोसपए चोत्तीसं तित्थंकरा समुप्पज्जति। ભાવાર્થ :- જંબૂઢીપ નામના આ દ્વીપમાં ચક્રવર્તીનાં ચોત્રીસ વિજયક્ષેત્રો છે, જેમ કે –મહાવિદેહમાં બત્રીસ, એક ભરત ક્ષેત્ર અને એક ઐરાવત ક્ષેત્ર. જંબૂઢીપ નામના દ્વીપમાં ચોત્રીસ દીર્ઘ વૈતાઢય પર્વતો છે. જેબૂદ્વીપ નામના દ્વીપમાં ઉત્કૃષ્ટ ચોત્રીસ તીર્થકરો એક સાથે ઉત્પન્ન થાય છે. વિવેચનઃ
ચકવર્તી વિજય ક્ષેત્ર – ચક્રવર્તી છ ખંડના ૩૨000 રાજ્ય પર વિજય પ્રાપ્ત કરે છે. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં છ–છ ખંડ છે, તેમ મહાવિદેહક્ષેત્રની બત્રીસ વિજયોમાંથી પ્રત્યેક વિજયમાં પણ છ-છ ખંડ હોય છે. તેના પર ચક્રવર્તી વિજય પ્રાપ્ત કરે છે. તેથી ચક્રવર્તી વિજયક્ષેત્ર-૩૪ થાય છે. તે ચોત્રીસે વિજય ક્ષેત્રમાં એક સાથે તીર્થકર થઈ શકે છે તેથી ઉત્કૃષ્ટ ૩૪ તીર્થકરો હોય શકે છે. | ३ चमरस्स णं असुरिंदस्स असुररण्णो चोत्तीसं भवणावास सयसहस्सा पण्णत्ता । पढम पंचम-छट्ठी-सत्तमासु-चउसु पुढवीसु चोत्तीस णिरयावास सय- सहस्सा पण्णत्ता ।
ભાવાર્થ :-અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ચોત્રીસ લાખ ભવનાવાસ છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ચાર પૃથ્વીના મળીને ચોત્રીસ લાખ (૩૦લાખ+૩લાખ+પાંચ ઓછા એક લાખ + પ=૩૪લાખ) નરકાવાસ છે.
સમવાય-૩૪ સંપૂર્ણ