________________
[ ૧૭૨ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
પાણીની વર્ષોથી આકાશગત રજ અને ભૂમિગત રેણુ-ધૂળ શમિત થઈ જાય અર્થાત્ ધૂલી રહિત નિર્મળ મોસમ થઈ જાય, ૧૮. જલીય, સ્થલીય, પંચવર્ષીય પુષ્પોથી ગોઠણ સુધીનો ભૂમિભાગ પુષ્પવાળો બની જાય અર્થાત્ ભૂમિ પર પુષ્પઆચ્છાદિત થઈ જાય.[૧૭-૧૮ બે અતિશયોમાં પાણી અને ફૂલ અચિત્ત સમજવા જોઈએ, કારણ કે તે દેવકૃત હોય છે.],
૧૯. અમનોજ્ઞ (અપ્રિય) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ થઈ જાય, ૨૦. મનોજ્ઞ (પ્રિય) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થઈ જાય, ૨૧. ધર્મોપદેશના સમયે એક યોજન સુધી ફેલાયેલો(સંભળાતો) અને હૃદયમાં ઊતરી જાય તેવો સ્વર હોય, ૨૨. ભગવાનનો ધર્મોપદેશ અર્ધમાગધી ભાષામાં હોય, ૨૩. તે અર્ધમાગધી ભાષા દરેક આર્ય-અનાર્ય પુરુષોને માટે તથા દ્વિપદ-પક્ષી અને ચતુષ્પદ– મૃગ પશુ વગેરે જાનવરોને માટે તથા પેટથી ચાલનારા સર્પાદિ માટે પોતપોતાની હિતકર, શિવકર, સુખદ, ભાષારૂપે પરિણત થઈ જાય છે, ૨૪. પૂર્વે બાંધેલાં વેરવાળાં (મનુષ્ય) દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર કિંગુરુષ, ગરુડ, ગંધર્વ અને મહોરગ દેવો પણ અરિહંતોના ચરણકમલમાં પરસ્પરના વેરને ભૂલી, પ્રશાંતચિત્તે, હર્ષિત મનથી ધર્મ શ્રવણ કરે છે, ૨૫. અન્યતીર્થિક પ્રાવનિક (વ્યાખ્યાન દાતા) પુરુષ પણ આવીને ભગવાનને વંદન કરે છે.
૨૬. ભગવાન પાસે આવેલા તે અન્યતીર્થિક પ્રાવચનિકો પણ અરિહંતના પાદમુળમાં વચન રહિત (નિરુત્તર) બની જાય છે, ૨૭. જ્યાં જ્યાં અરિહંત ભગવાન વિહાર કરતા હોય ત્યાં ત્યાં પચ્ચીસ યોજન સુધી ઈતિ–ભીતિ ન હોય, ૨૮. મનુષ્યને મારનાર મહામારી (પ્લેગ વગેરે) ભયંકર બીમારી ન હોય. ૨૯. સ્વચક્ર – પોતાના રાજ્યની સેનાનો ભય ન હોય, ૩૦. પરચક્ર- શત્રુ સેનાનો ભય ન હોય, ૩૧. અતિવૃષ્ટિ– ભારે વરસાદ ન હોય, ૩ર. અનાવૃષ્ટિ ન હોય, ૩૩. દુર્ભિક્ષ–દુષ્કાળ ન પડે, ૩૪. ભગવાનના વિહાર-વિચરણ પહેલાં થયેલી વ્યાધિ વગેરે ઉપદ્રવો પણ જલ્દી શાંત થઈ જાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તીર્થંકર પરમાત્માના ૩૪ અતિશયોનું કથન છે.
આ સૂત્ર પાઠમાં અતિશયોનો જે ઉલ્લેખ છે તેમાં કોઈ પણ અતિશય જન્મથી કે દીક્ષાથી પ્રગટ થવાનું કથન નથી. તીર્થકર નામ કર્મનો ઉદય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે હોય છે માટે અતિશયોનો સંબંધ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી વધારે છે. વ્યાખ્યા ગ્રંથોમાં પ્રસ્તુત ચોત્રીસ અતિશયોમાંથી ચાર (૨ થી ૫) અતિશયોને તીર્થકરોના જન્મજાત અતિશય કહયા છે. પંદર (૬ થી ૨૦) અતિશયો ચાર ઘાતિકર્મના ક્ષય થવા પર પ્રગટ થાય છે અને બાકીના ૨૧ થી ૩૪ – અતિશયોને દેવકૃત અતિશય કહ્યા છે.
આચાર્ય અભયદેવ સૂરી કૃત સમવાયાંગ ટીકામાં તથા આચાર્ય હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર અને અભિધાન ચિંતામણિ આદિ ગ્રંથોમાં અતિશયોનું વિસ્તૃત વિવેચન છે.
આચાર્ય અભયદેવ સૂરિ અને આચાર્ય હેમચંદ્રાચાર્યના અતિશયની વિભાજન પદ્ધતિમાં પણ કિંઈક અંતર છે, પરંતુ સમવાયાંગ સૂત્રમાં જન્મજાત, દેવકૃત, કેવળજ્ઞાન કૃત અતિશયોનું કોઈ પણ પ્રકારનું