________________
| ચોત્રીસમું સમવાય
| ૧૭૧ |
धम्ममाइक्खइ २३. सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी तेसिं सव्वेसिं आरियमणारियाणं दुप्पय चउप्पअ मिय पसु पक्खि सरीसिवाणं अप्पणो हिय सिव सुहय भासत्ताए परिणमइ २४. पुव्वबद्धवेरा वि य णं देवासुर णाग सुवण्ण जक्ख रक्खस किण्णर किंपुरिसगरुल गंधव्व महोरगा अरहओ पायमूले पसंतचित्तमासणा धम्म णिसामति २५. अण्णउत्थियपावयणिया वि य णं आगया वंदति।
२६. आगया समाणा अरहओ पायमूले णिप्पलिवयणा हवंति २७. जओ जओ वि य णं अरहंतो भगवंतो विहरंति तओ तओ वि य णं जोयणपणवीसाएणं ईती ण भवइ २८. मारी ण भवइ २९. सचक्कं ण भवइ ३०. परचक्कं ण भवइ ३१. अइबुट्ठी ण भवइ ३२. अणावुट्ठी ण भवइ ३३. दुब्भिक्खं ण भवइ ३४. पुव्वुप्पण्णा वि य णं उप्पाइया, वाहीओ खिप्पामेव उवसमति । ભાવાર્થ :- તીર્થંકર પરમાત્માના ચોત્રીસ અતિશયો છે, યથા -
૧. કેશ, દાઢી, મૂછ, રોમ, નખ અવસ્થિત રહે અર્થાતુ તેની પ્રમાણથી અધિક વૃદ્ધિ ન થાય, ૨. નિરામય રોગાદિથી રહિત, નિરુપલેપ-મલ રહિત, નિર્મળ દેહલતા હોય, ૩. રક્ત અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત હોય, ૪. ઉચ્છવાસ–નિઃશ્વાસ પઘકમલ સમાન સુગંધિત હોય, ૫. આહાર અને નિહાર ચર્મચક્ષુથી અદેશ્ય પ્રચ્છન્ન હોય.
૬. આકાશમાં ધર્મચક્ર હોય, ૭. આકાશમાં છત્ર હોય, ૮. આકાશમાં ઉત્તમ શ્વેત ચામરો વીંજાતાં હોય, ૯. આકાશ સમાન નિર્મલ સ્ફટિકમય પાદપીયુક્ત સિંહાસન હોય, ૧૦. આકાશમાં હજાર નાની પતાકાઓથીયુક્ત ઈન્દ્રધ્વજ આગળ ચાલતો હોય, ૧૧. જ્યાં જ્યાં અરિહંત ભગવાન રોકાય, બેસે, ત્યાં ત્યાં યક્ષ દેવો પાંદડાં, પુષ્પ, પલ્લવોથી વ્યાપ્ત, છત્ર, ધ્વજા, ઘંટ અને પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોક વૃક્ષ બનાવે છે, ૧૨. મસ્તકની કંઈક પાછળ મુગટના સ્થાને તેજમંડળ-આભામંડલ હોય છે, જે અંધકારમાં પણ (રાત્રિના સમયે) દશે દિશાઓને પ્રકાશિત કરે છે.[મુગટ મસ્તકની આગળ હોય છે અને તેજમંડળ મસ્તકની પાછળ હોય છે, છતાં પણ મસ્તકના ઉપરના ભાગની અપેક્ષાએ મૂળ પાઠમાં તેને મુગટ સ્થાને કહેલ છે.]
૧૩. તીર્થકરો જ્યાં વિહાર કરે– વિચરણ કરે, ત્યાંનો ભૂમિભાગ બહુસમ (એકસરખો) અને રમણીય બની જાય, ૧૪. વિહાર ભૂમિમાં કાંટા હોય તો તે અધોમુખ થઈ જાય, ૧૫. શરીરને અનુકૂળ સુખદ સ્પર્શવાળું વાતાવરણ થઈ જાય, ૧૬. જ્યાં તીર્થકર વિચરે છે ત્યાંની એક યોજન ભૂમિ શીતલ, સુખકારી સ્પર્શયુક્ત અને સુગંધિત પવનથી સર્વ દિશામાં સંપ્રમાર્જિત થઈ જાય, ૧૭. મંદ, સુગંધિત