SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસ સમવાય [ ૧૭ ] શિષ્ય ગુરુના શરીરની કે ઉપકરણની અવજ્ઞા ન કરે. ગુરુના આસન આદિ ઉપર ઊભા રહેવું આદિ અવિનય ભાવ છે, ગુરુની ગરિમા ખંડિત થાય છે. તત્સંબંધિત ૩૧ થી ૩૩ આશાતના છે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેમાં આશાતના થતી નથી. આજ્ઞાપૂર્વક ગુરુની આગળ ચાલે કે ગુરુના આસન ઉપર બેસે, તો પણ આશાતના થતી નથી કારણ કે ગુરુ આજ્ઞા સર્વોપરી છે. શિષ્યની પ્રત્યેક ક્રિયામાં ગુરુ પ્રતિ બહુમાન અને આદરભાવ પ્રગટ થવો જરૂરી છે, શિષ્યના વિનયપૂર્વકના વ્યવહારથી ગુરુની ગરિમા વધે, ગુરુનું ગૌરવ જળવાઈ રહે છે. શિષ્ય નિરહંકારભાવે પ્રત્યેક પ્રવૃત્તિ કરે, તો પોતાનો સ્વચ્છેદ નાશ પામે છે, કષાયો ઉપશાંત થાય છે, સંયમ સાધના પરિપક્વ બને છે અને શાસનનો મહિમા વધે છે. આ રીતે આશાતનાનો ત્યાગ કરવો, તે સ્વ-પર હિતકારી છે. આ ૩૩ આશાતનાઓના પ્રાયશ્ચિત્તનું વિધાન નિશીથ સૂત્રના દસમા ઉદ્દેશકમાં છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં અન્ય રીતે ૩૩ આશાતનાનું પણ કથન છે. અરિહંત, સિદ્ધાદિ વિશિષ્ટ ગુરુજનો ઉપરાંત સર્વપ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની આશાતના તથા લોક-પરલોક, કાળ, શ્રત, ધર્મઆદિની આશાતનાનું કથન છે. २ चमरस्स णं असुरिंदस्स णं असुरण्णो चमरचंचाए रायहाणीए एक्कमेक्क दुवाराए तेत्तीस-तेत्तीसं भोमा पण्णत्ता । महाविदेहे णं वासे तेत्तीसं जोयणसहस्साइं साइगरेगाई विक्खंभेणं पण्णत्ते । जया णं सूरिए बाहिराणंतरं तच्चं मंडलं उवसंकमित्ता णं चारं चरइ तया णं इहगयस्स पुरिसस्स तेत्तीसाए जोयणसहस्सेहिं किंचि विसेसूणेहिं चक्षुप्फासं हव्वमागच्छइ । ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચમચંચા રાજધાનીમાં પ્રત્યેક દ્વારની બહાર બંને બાજુમાં તેત્રીસ તેત્રીસ વિશિષ્ટ ભવનો છે. મહાવિદેહ ક્ષેત્ર કંઈક અધિક તેત્રીસ હજાર (૩૩000) યોજન વિસ્તારવાળું છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અંદરના તરફ ત્રીજા મંડલપર આવીને સંચાર કરે છે ત્યારે તે ભરત ક્ષેત્રમાં રહેલા મનુષ્યને કંઈક વિશેષજૂન તેત્રીસ હજાર (૩૩૦૦૦)યોજન દૂરથી દષ્ટિગોચર થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્રના મનુષ્યને સૂર્ય કેટલે દૂરથી દેખાય છે, તેનું કથન છે. વFgId – સૂર્ય ઉદય સમયે જેટલે દૂરથી દેખાય, તે દ્રષ્ટિપથ કે દ્રષ્ટિગોચરતા માટે સૂત્રકારે ચક્ષુસ્પર્શ શબ્દનો પ્રયોગ કર્યો છે. સૂર્યશ્વસ્પર્શ વસુવિણચંદષ્ય શરમચ્છતા સૂર્ય ચક્ષુનો વિષય બને, તેને ચક્ષુસ્પર્શ કહે છે. તેત્રીસમું સમવાય હોવાથી પ્રતુ સૂત્રમાં તેજી જોવોfહં વિવિ વિશેસૂરિ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy