________________
[ ૧૬ |
શ્રી સમવાયાંગ સૂત્ર
રચય:- રાત્વિક, રત્નાધિક.
રણો આરિતો મરો વા પરિખ 1 દીક્ષા પર્યાયમાં મોટા હોય તે આચાર્યાદિ રાત્વિક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નવાળા સાધુ તથા આચાર્ય, ગુરુ અથવા પર્યાય જ્યેષ્ઠ સર્વ સાધુઓને રાત્વિક કે રત્નાધિક કહેવાય છે.
આ ૩૩ આશાતનાઓમાં ૧ થી ૯ આશાતનાઓ રત્નાધિકની પાછળ આગળ, બરાબર બાજુમાં અને આ ત્રણ પરિસ્થિતિમાં ચાલવા, ઊભા રહેવા અને બેસવા સંબંધિત નવ ક્રિયાની છે. આ આશાતનાઓથી ગુરુની મર્યાદા અને ગરિમાની અવહેલના થાય છે, ગુરુના મહત્ત્વનો હ્રાસ થાય છે. ગુરુની નિકટમાં કે ગુરુની આગળ ચાલવાથી લોકો ગુરુના દર્શન કરી ન શકે, શિષ્યની પીઠ ગુરુને દેખાય, તે શિષ્યના અવિનયને પ્રગટ કરે છે. ગુરુની નિકટમાં કે ગુરુની પડખે ચાલે તો લોકોને ગુરુ કોણ? શિષ્ય કોણ? તે ખબર ન પડે, ગુરુનું મહત્ત્વ ઘટે, તે શિષ્યના વિનયાભાવને પ્રગટ કરે છે. ગુરુની પાછળ ગુરુના પગ વગેરેનો સ્પર્શ થાય તેમ અતિનિકટ ચાલે તો ગુરુની અવહેલના થાય છે, તે ક્રિયા શિષ્યના અવિવેકની સૂચક છે. શિષ્યને ગુરુની આગળ, પાછળ કે બાજુમાં ચાલવા, બેસવા કે ઊભા રહેવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો ઉચિત અંતર રાખીને, ગુરુનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિવેકપૂર્વક ચાલવું, બેસવું કે ઊભા રહેવું જોઈએ. ગુરુ આજ્ઞાપૂર્વક નિકટમાં પણ ચાલવા આદિ ક્રિયાથી આશાતના થતી નથી.
રત્નાધિકની સાથે જવું, આવવું, બોલવું, ચાલવું, આલોચના કરવી વગેરે પ્રત્યેક પ્રવૃત્તિમાં શિષ્ય ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રવૃત્તિઓ રત્નાધિકના કર્યા પછી કરવી જોઈએ, તેમની પૂર્વે કરે તો તે તેની આશાતના કરે છે. દસમી અને અગિયારમી આશાતના વિચાર ભૂમિ-ઉચ્ચાર ભૂમિ અર્થાત્ મળાદિ પરઠવાની ભૂમિ કે વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિમાં ગયા પછી આલોચનાદિ પ્રવૃત્તિ ગુરુની પૂર્વે કરવાથી થતી આશાતના સંબંધિત છે.
શિષ્ય રત્નાધિકના વચનો શાંત મનથી સાંભળવા જોઈએ, તેના વચનની ઉપેક્ષા કરવી ન જોઈએ. ગુરુના કે રત્નાધિકોના વચનોની ઉપેક્ષા કરે, રત્નાધિકો પાસે આવેલા આગંતુક સાધુ કે ગૃહસ્થ સાથે પહેલા સ્વયં વાર્તાલાપ કરી લે. તેમાં ગુરુની માનહાનિ થાય છે. ૧૨-૧૩ આ બે આશાતના તત્સંબંધિત છે.
શિષ્ય આહારાદિ લાવીને પહેલાં રત્નાધિકને બતાવે, તેમને તેમાંથી આહારાદિ લેવા આમંત્રણ આપે, તેમને પૂછ્યા વિના અન્ય સાધુને આહાર માટે આમંત્રણાદિ ન કરે, આસક્તિથી સારો-સારો આહાર ગુરુની પહેલાં વાપરી ન લે, તે શિષ્યનો વિનય છે. શિષ્ય તથા પ્રકારનો અવિનયપૂર્વકનો વ્યવહાર ન કરે, તો તે તેની આશાતના કરે છે. ૧૪ થી ૧૮ આશાતના તત્સંબંધિત છે.
શિષ્ય ગુરુ સાથે વાર્તાલાપ કરવામાં, વિનય ભક્તિ કરવામાં તેમનું સન્માન કરવું જોઈએ. તેઓની સામે બોલવું, ઉત્તર ન આપવો, તુંકારે બોલાવવા, તે અવિનય છે. ૧૯ થી ૨૪ આશાતના તત્સંબંધિત છે.
ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય પ્રસન્નચિત્તે સાંભળે, સભા વચ્ચે અપમાનજનક, શરમજનક, ગુરુની હીલના થાય તેવા શબ્દો ન બોલે. ગુરુની ધર્મસભામાં અવિનય પૂર્ણ વ્યવહારથી જે આશાતના થાય તેનું કથન ૨૫ થી ૩૦ આશાતનાઓમાં છે.