________________
તેત્રીસ સમવાય
૧૬૫ |
રત્નાધિક સામે પ્રયોજનથી વધુ અર્થાત્ નિરર્થક, કઠોર વચન બોલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૧) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, શું કહો છો? તેમ દૂરથી જ પૂછે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (રર) શૈક્ષ, રત્નાધિકને તું-તું, એમ તુંકારે બોલાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૩) શેક્ષ, રાધિકને પ્રતિવચન કહે અર્થાત્ તેમના જ વચનથી તેમનો તિરસ્કાર કરે (રત્નાધિક બીમાર સાધુની વૈયાવચ્ચ કરવા માટે કહે, તો તમે જ વૈયાવચ્ચ કેમ કરતા નથી? તેવા પ્રતિવચન કહે), તો તે શૈક્ષની આશાતના છે.
(૨૪) શૈક્ષ, રત્નાધિક સાધુ ધર્મકથા કરતાં હોય ત્યારે 'જી હા' એમ શબ્દોથી અનુમોદન ન કરે, તો તે શૈક્ષની આશાતના છે. (૨૫) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તમને યાદ આવતું નથી, તમે “આ ભૂલી ગયા છો એ પ્રમાણે કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૬) શૈક્ષ, રત્નાધિક સાધુ ધર્મકથા કરતા હોય ત્યારે ' હવે બસ કરો', એમ કહી કથામાં વિક્ષેપ કરે તો શૈક્ષની આસાતના છે. (૨૭) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પરિષદને વિસર્જિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૮) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પરિષદ(સભા) સમાપ્ત થઈ ન હોય, છૂટી પડી ન હોય, વિખેરાય ન હોય, વિભક્ત થઈ ન હોય તે પૂર્વે અર્થાત્ ધર્મસભા વ્યવસ્થિત બેઠેલી જ હોય ત્યારે શૈક્ષ પરિષદમાં તે જ ધર્મકથા (રત્નાધિકે કરેલી ધર્મકથા) બે-ત્રણવાર દોહરાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૨૯) શૈક્ષ દ્વારા રત્નાધિક સાધુના શય્યા-સંસ્મારકને અજાણતા પગ લાગી જાય, તોપણ શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યો જાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૦) શૈક્ષ, રત્નાધિકના શય્યા-સંસ્મારક, ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
(૩૧) શેક્ષ, રત્નાધિકથી ઊંચા આસન ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શેક્ષથી થતી આશાતના છે. (૩૨) શૈક્ષ, રત્નાધિક ના સમાન આસન ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૩) શૈક્ષ દ્વારા રત્નાધિક સાધુ કાંઈક કહે, તેનો ઉત્તર બેઠાં-બેઠાં આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે.
દેવ, ગુરુની વિનય-ભક્તિ ન કરવી, દેવ, ગુરુનો અવિનય અભક્તિ કે અપરાધ કરવો, આજ્ઞાનો ભંગ કરવો, નિંદા કરવી, અવહેલના કરવી તથા ગુરુ પ્રતિ અબહુમાન કે અનાદરનો અંતરભાવ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય, તેને આશાતના કહે છે. સૂત્રકારે શિષ્યની વિવિધ પ્રકારની ૩૩ ચેષ્ટાઓનું ૩૩ આશાતનારૂપે કથન કર્યું છે. સંદે-શૈક્ષ.fસહુનો વા તત્થો વા મરિય ૩ મો સેસ સળે રેહા ! –ચૂર્ણિ. જે સૂત્ર ભણવા રૂપી ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ આચાર પાલન રૂપી આસેવનશિક્ષા શીખે છે, તે શિક્ષા-શિક્ષણ યોગ્ય અગીતાર્થ સાધુ શૈક્ષ કહેવાય છે અથવા આચાર્ય–ઉપાધ્યાયને છોડીને શેષ સર્વ સાધુઓ શૈક્ષ કહેવાય છે.