________________
૧૬૪
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- ગુરુકે રત્નાધિકોની આશાતના તેત્રીસ પ્રકારની છે, જેમ કે—
(૧) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિ નજીક(રત્નાધિકની પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨) શૈક્ષ, રત્નાધિકો સાધુની આગળ ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં અડોઅડ ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૪) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે (પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) ઉભો રહે, તો તે શૈક્ષની આશાતના છે. (૫) શૈક્ષ, રત્નાધિક સાધુની આગળ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૬) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં અડોઅડ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૭) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે(પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) બેસે તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૮) શૈક્ષ, રત્નાધિક સાધુની આગળ બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૯) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
(૧૦) શૈક્ષ, રત્નાધિક સાધુ સાથે વિચાર ભૂમિ—સ્થંડિલ ભૂમિમાં ગયો હોય અને રત્નાધિક સાધુની પહેલા ઉપાશ્રયમાં આવી જાય અને રત્નાધિક પછી આવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૧) શૈક્ષ, રત્નાધિક સાથે બહાર વિચારભૂમિ(સ્થંડિલ) અથવા વિહાર(સ્વાધ્યાય) ભૂમિમાં ગયો હોય ત્યારે રત્નાધિક સાધુની પહેલા ગમનાગમનની આલોચના કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૨) રાત્રે અથવા વિકાલ એટલે સંધ્યા સમયે રત્નાધિક સાધુ શિષ્યને સંબોધન કરીને કહે, હે આર્ય ! કોણ કોણ સુતા છો અને કોણ કોણ જાગો છો ? એ સમયે જાગતો હોય તો પણ ગુરુને ઉત્તર ન આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૧૩) કોઈ વ્યક્તિ, રત્નાધિક સાથે વાર્તાલાપ કરવા માટે આવે ત્યારે શૈક્ષ રત્નાધિકની પહેલા જ વાર્તાલાપ કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
(૧૪) શૈક્ષ અન્ન, પાણી, મેવો અને મુખવાસ આ પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષ પાસે તેની આલોચના કરે અને પછી રત્નાધિક પાસે કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૫) શૈક્ષ અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને બતાવે અને પછી રત્નાધિકને બતાવે તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૬) શૈક્ષ અન્ન, પાણી, મેવો, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને (ભોજન માટે) આમંત્રિત કરે અને પછી રત્નાધિકને આમંત્રિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૭) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય અને અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને રત્નાધિકને પૂછયા વિના જે સાધુને આપવાની પોતાની ઈચ્છા હોય તેને જલદી-જલદી, વધારે માત્રામાં આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૮) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય, અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચારે પ્રકારના આહારને લાવીને રત્નાધિક સાધુ સાથે આહાર કરતા સમયે શૈક્ષ, પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારના શ્રેષ્ઠ, તાજા, સરસ, મનોજ્ઞ, મનોવાંછિત, ઘેવરાદિ સ્નિગ્ધ અને પાપડાદિ રુક્ષ આહારને જલદી-જલદી અધિક માત્રામાં આરોગી લે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૯) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ ન સાંભળ્યું કરે અર્થાત્ સાંભળ્યું ન હોય તેમ મૌન રહે (ઉત્તર ન આપે), તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૨૦) શૈક્ષ,