________________
બત્રીસમ સમવાય
| ૧૫૯
ભક્ત, પાન અને વસ્ત્ર, પાત્ર વગેરેમાં નિર્લોભ પ્રવૃત્તિ કરે. ૯. તિતિક્ષા ભૂખ, તરસ વગેરે પરીષહોને સહન કરે. ૧૦. આર્જવ : પોતાનો વ્યવહાર નિછલ તથા સરળ રાખે. ૧૧. શુચિ : સત્ય બોલે અને સંયમ પાળવામાં શુદ્ધિ રાખે. ભાવોની, હૃદયની પવિત્રતા રાખે. ૧૨. સમ્યગુદષ્ટિઃ સમ્યગુદર્શનને શંકા વગેરે દોષોથી દૂર કરીને શુદ્ધ રાખે. ૧૩. સમાધિ : ચિત્તને સંકલ્પ-વિકલ્પથી રહિત, શાંત રાખે. ૧૪. આચારપગત : પોતાના આચરણને માયાચારથી રહિત રાખે, આચારનિષ્ઠ રહે. ૧૫. વિનયોપગતઃ વિનય યુક્ત રહે, અભિમાન ન કરે. ૧૬. ધૃતિમતિ : પોતાની બુદ્ધિમાં વૈર્ય રાખે, દીનતા ન કરે. ૧૭. સંવેગક સંસારથી ભયભીત રહે અને નિરંતર મોક્ષની અભિલાષા કરે. ૧૮. પ્રવિધિ : હૃદયમાં માયા શલ્ય ન રાખે, એકાગ્ર ચિત્ત રહે. ૧૯. સુવિધિ : પોતાના ચારિત્રનું વિધિપૂર્વક સમ્યક્ પાલન કરે. ૨૦. સંવર : કર્મ આવવાના દ્વારનો સંવર–નિરોધ કરે. ૨૧. આત્મદોષો પસંહાર : પોતાના દોષોને રોકે અર્થાતુ દોષ ન લાગવા દે. ૨૨. સર્વકામવિરક્તતાઃ સર્વવિષયોથી વિરક્ત રહે. ૨૩. મૂલગુણ પ્રત્યાખ્યાનઃ અહિંસાદિ મૂળ ગુણ વિષયક પ્રત્યાખ્યાન કરે અથવા તેના દોષોનો ત્યાગ કરે, તેનાથી દૂર રહે. ૨૪. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન ઃ ઈન્દ્રિય નિરોધ આદિ ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન કરે અથવા તેના દોષોનો ત્યાગ કરે. ૨૫. વ્યુત્સર્ગ ઃ વસ્ત્રપાત્ર આદિ બહારની ઉપધિ અને મૂર્છા આદિ આભ્યન્તર ઉપધિનો પરિત્યાગ કરે. ૨૬. અપ્રમાદ : પોતાના દેવસિક અને રાત્રિક આવશ્યક ક્રિયાના પાલનમાં અથવા આલોચનામાં પ્રમાદ ન કરે. ૨૭. સવાલવઃ પ્રતિક્ષણ પોતાની સમાચારીના પાલનમાં સાવધાન રહે. ૨૮. ધ્યાન સંવરયોગ : ધ્યાનયોગ દ્વારા આત્માને સંવરિત કરે અર્થાત્ ધ્યાનના માધ્યમથી સંવરની વૃદ્ધિ કરે. ૨૯. મારણાન્તિક : મારણાત્તિક કર્મો આવે છતાં ક્ષોભ ન કરે, મનમાં શાંતિ રાખે. ૩૦. સંગ પરિણા : સંગ–પરિગ્રહની પરિજ્ઞા કરે અર્થાત્ તેના સ્વરૂપને જાણીને ત્યાગ કરે. ૩૧. પ્રાયશ્ચિત્તકરણઃ પોતાના દોષોની શુદ્ધિ માટે નિત્ય પ્રાયશ્ચિત્ત કરે. ૩૨. મારણાત્તિક આરાધના: મરણ સમયે સંલેખનાપૂર્વક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની વિશિષ્ટ આરાધના કરે. | २ | बत्तीसं देविंदा पण्णत्ता, तं जहा-चमरे बली धरणे भूयाणंदे जाव घोसे महाघोसे, चंदे सूरे सक्के ईसाणे सणंकुमारे जाव पाणए अच्चुए । ભાવાર્થ :- બત્રીસ દેવેન્દ્રો છે, જેમ કે–ચમર,બલી, ધરણ, ભૂતાનન્દ, વાવ (વેણુદેવ, વેણુદાલી, હરિકાન્ત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાત્ત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન) ઘોષ, મહાઘોષ, ચંદ્ર,સૂર્ય, શક, ઈશાન, સનકુમાર યાવતું (માહેન્દ્ર, બ્રહ્મ,લાન્તક, શુક્ર, સહસ્ત્રાર) પ્રાણત, અય્યત.
વિવેચન :
ભવનવાસી દેવોના દશ નિકાય છે અને પ્રત્યેક નિકાયને બે-બે ઈન્દ્ર છે, એટલે ચમર,બલી, આદિથી લઈને ઘોષ અને મહાઘોષ સુધીના ભવનવાસી દેવોના વીસ ઈન્દ્ર છે. જ્યોતિષી દેવોના ચંદ્ર અને