________________
૧૫૮
શ્રી સમવાયાંગ સૂત્ર
– બત્રીસમું સમવાય - TEM P = = = = =
=
=
પરિચય :
આ સમવાયમાં બત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા – બત્રીસ યોગસંગ્રહ, બત્રીસ દેવેન્દ્ર, કુંથુનાથ અરિહંતના બત્રીસસો બત્રીસ(૩ર૩ર) કેવળી, સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન, રેવતી નક્ષત્રના બત્રીસ તારા, બત્રીસ પ્રકારની નાટ્યવિધિ, નારકી અને દેવોની બત્રીસ પલ્યોપમ અને બત્રીસ સાગરોપમની સ્થિતિ તથા બત્રીસ ભવ કરીને મોક્ષ જનારા જીવોનો ઉલ્લેખ છે. [१ बत्तीसं जोगसंगहा पण्णत्ता, तं जहा
आलोयण णिरवलावे, आवईसु दढधम्मया । अणिस्सिओवहाणे य, सिक्खा णिप्पडिकम्मया ।।१।। अण्णायया अलोभे य, तितिक्खा अज्जवे सुई । सम्मदिट्ठी समाही य, आयारे विणओवए ।।२।। धिइमई य संवेगे, पणिहि सुविहि संवरे । अत्तदोसोवसंहारे, सव्वकामविरत्तया ।।३।। पच्चक्खाणे विउस्सगे, अप्पमादे लवाववे । झाणसंवरजोगे य, उदए मारणतिए ।।४।। संगाणं च परिण्णाया, पायच्छित्त करणे वि य । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ।।५।।
ભાવાર્થ :- બત્રીસ યોગસંગ્રહ છે. તે આ પ્રમાણે છે
૧.આલોચના વ્રત–દ્ધિને માટે શિષ્ય પોતાને લાગેલા દોષોની ગુરુ પાસે આલોચના કરે. ૨.નિરાલાપ શિષ્ય કહેલા દોષો આચાર્ય કોઈને ન કહે. ૩. આપ દઢધર્મ : આપત્તિના સમયે સાધક પોતાના ધર્મમાં દઢ રહે. ૪. અનિશ્રિતો પધાનઃ આશ્રય વિના, અપેક્ષા વિના તપશ્ચરણ કરે. ૫. શિક્ષાઃ સૂત્ર અને અર્થનું પઠન-પાઠન તેમજ અભ્યાસ કરે. ૬. નિસ્પતિકર્મ શરીરની સજાવટ, શૃંગાર વગેરે ન કરે. ૭. અાતતાઃ યશ, ખ્યાતિ, પૂજાદિ વગેરે માટે પોતાનું તપ પ્રગટ ન કરે – અજ્ઞાત રાખે. ૮. અલોભતાઃ