________________
| એકત્રીસમું સમવાય
૧૫૭.
एक्कतीसं पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं एक्कतीसं पलिओवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા નરકમૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની છે. અધસપ્તમ સાતમી નરકમૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પોના કેટલાક દેવોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની છે. |४| विजय-वेजयंत-जयंत-अपराजिआणं देवाणं जहण्णेणं एक्कतीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा उवरिम-उवरिम गेवेज्जयविमाणेसु देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं एक्कतीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा एक्कतीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णिस्ससंति वा । तेसि णं देवाणं एक्कतीसं वाससहस्सेहि आहारट्टे समुप्पज्जइ ।
ભાવાર્થ :- વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના અનુત્તરવિમાનવાસી દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. જે દેવ ઉપરિમ ઉપરિમ(નવમા) રૈવેયક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. તે દેવો એકત્રીસ અર્ધમાસે એટલે સાડાપંદર મહિને આન–પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે, તે દેવોને એકત્રીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
५ संतेगइया भवसिद्धया जीवा जे एक्कतीसेहिं भवग्गहणेहि सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति।
ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો એકત્રીસ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૩૧ સંપૂર્ણ