SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫s | શ્રી સમવાયાંગ સૂત્ર વિવેચન : અહીં ક્ષીણ શબ્દનો અર્થ જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય થવો, તે તે કર્મોથી રહિત કે મુક્ત થવું. આ બધા કર્મોથી કે કર્મ પ્રકૃતિઓથી મુક્ત થવું એ જ સિદ્ધોના ગુણ છે. fસામુહિં- આવો નુ આ ગુના સિદ્ધાંત : જે ગુણ પ્રારંભથી જ હોય, તે આદિગુણ કહેવાય છે. જીવ આઠ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધ થાય, ત્યારે જ સિદ્ધ ભગવંતોને આ ૩૧ ગુણો પ્રગટ થાય છે. સિદ્ધ અવસ્થા, તે પૂર્ણાવસ્થા છે, તેમાં ક્રમિક વિકાસ નથી તેથી સિદ્ધોમાં તે ગુણો ક્રમિક પ્રગટ થતાં નથી, પરંતુ સિદ્ધ થવાના સમયે એક સાથે અનંત ગુણો પ્રગટ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આઠ કર્મપ્રકૃતિની ૩૧ ઉત્તર પ્રકૃતિના ક્ષયથી પ્રગટ થતાં ૩૧ ગુણોની વિવક્ષાથી ૩૧ ગુણોનું કથન છે. આચાર્ય શ્રી શાંતિસૂરિજીએલિતાણનો સંધિવિગ્રહસિતડતડાણ કરીને અતિગુણઉત્કૃષ્ટ, અસાધારણ ગુણ અર્થ કર્યો છે. શ્રી આચારાંગ સૂત્રમાં અન્ય પ્રકારે ૩૧ દોષોના ક્ષયથી પ્રગટ થતાં ૩૧ ગુણોનું કથન છે. પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, શરીર, આસક્તિ અને પુનર્જન્મ, ૫+ પ + + ૫ + ૮+ ૩ + ૧ + ૧ + ૧ = ૩૧ દોષોના ક્ષયથી ૩૧ ગુણ પ્રગટ થાય છે. २ मंदरे णं पव्वए धरणितले एक्कतीसं जोयणसहस्साई छच्चेव तेवीसे जोयणसए किंचि देसूणे परिक्खेवेणं पण्णत्ते । जया णं सूरिए सव्वबाहिरियं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं इहगयस्स मणुस्सस्स एक्कतीसाए जोयणसहस्सेहिं अट्ठहि य एक्कतीसेहिं जोयणसएहिं तीसाए सट्ठिभागे जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ । अभिवड्डिए णं मासे एक्कतीसं सातिरेगाइं राइंदियाइं राइंदियग्गेण पण्णत्ते । आइच्चे णं मासे एक्कतीसं राइंदियाई किंचि विसेसूणाई राइदियग्गेणं पण्णत्ते । ભાવાર્થ :- મંદર પર્વતની ધરતીતલ પર કિંચિતન્યૂન એકત્રીસ હજાર છસો ત્રેવીસ(૩૧,૨૩)યોજનની પરિધિ છે. જ્યારે સૂર્ય સર્વ બાહય મંડલમાં આવીને સંચાર કરે છે ત્યારે આ ભરત ક્ષેત્રગત મનુષ્યને એકત્રીસ હજાર આઠસો એકત્રીસ યોજના અને એક યોજનના સાઈઠમાં ભાગમાંથી ત્રીસ ભાગ (૩૧૮૩૧-૩૦/૬) યોજન) દૂરથી દષ્ટિગોચર થાય છે. રાત્રિ દિવસની ગણનાની અપેક્ષાએ અભિવર્ધિત માસ સાધિક એકત્રીસ રાત્રિદિવસનો છે અને સૂર્યમાસ કિંચિત્જૂન એકત્રીસ રાત્રિદિવસ છે. | ३ | इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एक्कतीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं रइयाणं एक्कतीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy