________________
એકત્રીસમું સમવાય
૧૫૫
એકત્રીસમું સમવાય
[P/IP||||||||P///
પરિચય :
આ સમવાયમાં એકત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા – સિદ્ધત્ત્વ પર્યાયને પ્રાપ્ત આત્માના એકત્રીસ ગુણ, મંદર પર્વત, અભિવર્ધિત માસ અને સૂર્યમાસના રાત્રિ–દિવસની પરિગણના, નારકી અને દેવોની એકત્રીસ પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનું વર્ણન તથા એકત્રીસ ભવ કરી મોક્ષે જનારા જીવોનો ઉલ્લેખ છે.
१ एक्कतीसं सिद्धाइगुणा पण्णत्ता, तं जहा - १. खीणे आभिणिबोहिय णाणावरणे २. खीणे सुयणाणावरणे ३. खीणेओहिणाणावरणे ४. खीणे मणपज्जवणाणावरणे ५. खीणे केवलणाणावरणे ६. खीणे चक्खुदंसणावरणे ७. खीणे अचक्खुदंसणावरणे ८. खीणे ओहिदंसणावरणे ९. खीणे केवलदंसणावरणे १०. खीणे णिद्दा ११. खीणे णिद्दाणिद्दा १२. खीणे पयला १३. खीणे पयलापयला १४. खीणे थीणद्धी १५. खीणे सायावेयणिज्जे १६. खीणे असायावेयणिज्जे १७. खीणे दंसणमोहणिज्जे १८. खीणे चरित्तमोहणिज्जे १९. खीणे णेरइयाउए २०. खीणे तिरियाउए २१. खीणे मणुस्साउए २२. खीणे देवाउए २३. खीणे उच्चगोए २४. खीणे णीयागोए २५. खीणे सुभणामे २६. खीणे असुभणामे २७. खीणे दाणंतराए २८. खीणे लाभंतराए २९. खीणे भोगंतराए ३०. खीणे उवभोगंतराए ३१. खीणे वीरियंतराए ।
ભાવાર્થ :- સિદ્ધોના આદિગુણ અર્થાત્ સિદ્ધત્વ પર્યાય પ્રાપ્ત કરવાના પ્રથમ સમયથી પ્રાપ્ત ગુણો એકત્રીસ છે, જેમ કે – ૧. ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ ૨. ક્ષીણ શ્રુતજ્ઞાનાવરણ ૩. ક્ષીણ અવધિજ્ઞાનાવરણ ૪. ક્ષીણ મનઃપર્યવજ્ઞાનાવરણ ૫. ક્ષીણ કેવલજ્ઞાનાવરણ ૬. ક્ષીણ ચક્ષુદર્શનાવરણ ૭.ક્ષીણ અચક્ષુ દર્શનાવરણ ૮. ક્ષીણ અવધિદર્શનાવરણ ૯. ક્ષીણ કેવલદર્શનાવરણ ૧૦. ક્ષીણ નિદ્રા ૧૧. ક્ષીણ નિદ્રા–નિદ્રા ૧૨. ક્ષીણ પ્રચલા ૧૩. ક્ષીણ પ્રચલા–પ્રચલા ૧૪. ક્ષીણ સ્ત્યાનદ્ધિ ૧૫. ક્ષીણ શાતાવેદનીય ૧૬. ક્ષીણ અશાતાવેદનીય ૧૭. ક્ષીણ દર્શનમોહનીય ૧૮. ક્ષીણ ચારિત્રમોહનીય ૧૯. ક્ષીણ નરકાયુ ૨૦. ક્ષીણ તિર્યંચાયુ ૨૧. ક્ષીણ મનુષ્યાયુ ૨૨. ક્ષીણ દેવાયુ ૨૩. ક્ષીણ ઉચ્ચગોત્ર ૨૪. ક્ષીણ નીચગોત્ર ૨૫. ક્ષીણ શુભનામ ૨૬. ક્ષીણ અશુભનામ ૨૭. ક્ષીણ દાનાંતરાય ૨૮. ક્ષીણ લાભાંતરાય ર૯. ક્ષીણ ભોગાંતરાય ૩૦. ક્ષીણ ઉપભોગાંતરાય ૩૧. ક્ષીણ વીર્યંતરાય.