________________
| १० |
શ્રી સમવાયાંગ સૂત્ર
સુર્ય એમ બે ઈન્દ્ર છે. બાકીના શક્ર આદિ દશ ઈન્દ્ર વૈમાનિક જાતિના છે. વ્યંતર દેવોના આઠ નિકાયના સોળ ઈન્દ્ર અપેક્ષાએ ઓછી ઋદ્ધિ વાળા હોવાથી અને આ બત્રીસમું સમવાય હોવાથી બત્રીસની સંખ્યા લેવા માટે અહીં તેઓની ગણના કરી નથી.
| ३ | कुंथुस्स णं अरहाओ बत्तीसहिआ बत्तीस जिणसया होत्था । भावार्थ :- कुंथु माईतना पत्रीससो खत्रीस (३२७२) वणी न ता. |४ सोहम्मे कप्पे बत्तीसं विमाणावास सयसहस्सा पण्णत्ता । रेवइक्खत्ते बत्तीस इतारे पण्णत्ते । बत्तीसइविहे णट्टे पण्णत्ते । ભાવાર્થ :- સૌધર્મકલ્પમાં બત્રીસ લાખ વિમાનવાસ છે. રેવતી નક્ષત્રના બત્રીસ તારા છે, બત્રીસ પ્રકારનાં નૃત્ય નાટક છે.
५ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं बत्तीसं पलिओवमाइं ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं बत्तीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु देवाणं अत्थेगइयाणं बत्तीसं पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. અધસપ્તમ સાતમી નરક પૃથ્વીના કેટલાક નારકીઓની બત્રીસ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ, ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે.
६ जे देवा विजय-वेजयंत-जयंत-अपराजियविमाणेसु देवत्ताए उवण्णा तेसि णं देवाणं अत्थेगइयाणं बत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा बत्तीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णिस्ससंति वा । तेसि णं देवाणं बत्तीस वाससहस्सेहिं आहारट्टे समुपज्जइ । ભાવાર્થ :- જે દેવ વિજય, વેજયંત, જયંત, અપરાજિત વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તે દેવ બત્રીસ અર્ધમાસે(સોળમાસે)આન-પ્રાણ, શ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને બત્રીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. |७ संतेगइया भवसिद्धिया जीवा जे बत्तीसाए भवग्गहणेहिं सिज्झिस्संति