________________
ઓગણત્રીસમ સમવાય
[ ૧૪૩]
૭. વ્યંજન શ્રુત– શરીર પરના તલ, મસા, વગેરેનું ફળ બતાવનાર શ્રુત. ૮. લક્ષણ શ્રુત- શરીર પરના ચક્ર, ખગ, શંખ વગેરેના રેખાચિહ્નોના ફળને બતાવનાર શ્રુત.
ભૌમશ્રતના ત્રણ પ્રકાર છે, સૂત્ર, વૃત્તિ અને વાર્તિક. તેઓના મતાનુસાર સહસ પદ પ્રમાણ રચનાને સૂત્ર, તે સૂત્રોનાં લાખ પદ પ્રમાણ વ્યાખ્યાને વૃત્તિ અને તે વૃત્તિનાં કરોડ પદ પ્રમાણ વ્યાખ્યાને વાર્તિક કહે છે. આ સુત્ર, વૃત્તિ અને વાર્તિકના ભેદથી ઉપર બતાવેલા ભૂમિ, ઉત્પાત વગેરે આઠ
પ્રકારના પાપ શ્રુતના ૮૪૩ =૨૪ ચોવીસ ભેદ થાય છે. ૨૫. વિકથાનુયોગ શ્રત- સ્ત્રી, ભોજન, પાણી, વગેરેની કથા કરનાર તથા અર્થ, કામ વગેરેની પ્રરૂપણા
કરનાર પાકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે. ૨૬. વિદ્યાનુયોગશ્રુત- રોહિણી, પ્રજ્ઞપ્તિ,અંગુષ્ઠપ્રશ્ન વગેરે વિદ્યાઓ સાધવાના ઉપાય અને તેનો
ઉપયોગ બતાવનાર શાસ્ત્ર. ૨૭. મંત્રાનુયોગ શ્રુત– લૌકિક પ્રયોજનને સિદ્ધ કરનારા અનેક પ્રકારના મંત્રોનાં સાધન બતાવનાર
મંત્રશાસ્ત્ર. ૨૮. યોગાનુયોગ શ્રુત- સ્ત્રી, પુરુષ, આદિને વશમાં કરવા અંજન, ગુટિકા વગેરેના પ્રયોગ નિરૂપક
શાસ્ત્ર. ૨૯. અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ- કપિલ, બૌદ્ધ આદિ મતાવલંબીઓ દ્વારા રચિત શાસ્ત્ર.
ઉપર બતાવેલાં શાસ્ત્રને શીખવાથી અથવા સાંભળવાથી મનુષ્યનું મન ઇન્દ્રિયો તરફ આકર્ષિત થાય છે અને ભૌમ, સ્વપ્નકથન વગેરેનાં ફલાદિ બતાવનાર શાસ્ત્રોનાં શ્રવણ, પઠનથી મુમુક્ષુ સાધકને પોતાની સાધનાથી રયુત થવાની સંભાવના હોવાથી મોક્ષના અભિલાષીઓ માટે ઉપરોક્ત શાસ્ત્રો પાપકૃત
આ સમવાયમાં ર૯ પાપકૃતનું વર્ણન છે. સ્થાનાંગ સૂત્રમાં ૯ પાપશ્રુત પ્રસંગ કહ્યા છે. મિથ્યાશાસ્ત્રની આરાધના પણ પાપનું નિમિત્ત બની શકે છે. શ્રત પણ પાપબંધક બની શકે છે, તે સૂચિત કરવા અહીં પપપુરા પક્ષને – 'પાપશ્રુતપ્રસંગ' કહ્યું છે, પરંતુ જે સમ્યગ્દષ્ટિ છે, તેના માટે પાપકૃત પણ સભ્યશ્રુત બની જાય છે. શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે સમ્યગૃષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યમ્ રૂપે પરિણમે છે. |२| आसाढे णं मासे एगूणतीसराइंदिआइं राइदियग्गेणं पण्णत्ता । एवं चेव भद्दवए णं मासे, कत्तिए णं मासे, पोसे णं मासे, फग्गुणे णं मासे, वइसाहे णं मासे । चंददिणे णं एगूणतीसं मुहुत्ते सातिरेगे मुहुत्तग्गेणं पण्णत्ते । ભાવાર્થ :- રાત્રિ દિવસની ગણતરીની અપેક્ષાએ અષાઢ મહિનો ઓગણત્રીસ રાત્રિ-દિવસનો છે. એવી રીતે ભાદરવો મહિનો, કારતક મહિનો, પોષ મહિનો, ફાગણ મહિનો અને વૈશાખ મહિનો પણ