________________
| १४४
શ્રી સમવાયાંગ સૂત્ર
ઓગણત્રીસ ઓગણત્રીસ રાત્રિ દિવસનો છે. ચંદ્રદિવસ મુહૂર્તની અપેક્ષાએ સાધિક ઓગણત્રીસ મુહૂર્તનો છે. | ३ जीवे णं पसत्थज्झवसाणजुत्ते भविए समदिट्ठी तित्थरणामसहियाओ णामस्स कम्मस्स णियमा एगूणतीसं उत्तरपगडीओ णिबंधित्ता वेमाणिएसु देवेसु देवत्ताए उववज्जइ । ભાવાર્થ :- પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત, સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવ તીર્થંકરનામ સહિત નામકર્મની ઓગણત્રીસ પ્રકૃતિઓને બાંધીને નિયમથી વૈમાનિક દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. |४इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एगूणतीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहे सत्तमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एगूणतीसं सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एगूणतीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु देवाणं अत्थेगइयाणं एगूणतीसं पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. અધસપ્તમ સાતમી નરકમૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે.
५ उवरिममज्झिमगेवेज्जयाणं देवाणं जहण्णेणं एगूणतीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा उवरिमहेट्ठिमगेवेज्जयविमाणेसु देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं एगूणतीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा एगूणतीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसि णं देवाणं एगूणतीसं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ ।
ભાવાર્થ :- ઉપરિમ મધ્યમ (આઠમા) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. જે દેવ ઉપરિમ અધતન (સાતમા) રૈવેયક વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. તે દેવ ઓગણત્રીસ અર્ધમાસે (સાડા ચૌદ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને ઓગણત્રીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ६ संतेगइया भवसिद्धिया जीवा जे एगूणतीसभवग्गहणेहि सिज्झिस्संति