________________
૧૪૨
શ્રી સમવાયાંગ સૂત્ર
ઓગણત્રીસમું સમવાય
|FP/P/P||P||P//
પરિચય :
આ સમવાયમાં ઓગણત્રીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા – પાપશ્રુત પ્રસંગ, અષાઢ માસ આદિની ઓગણત્રીસ રાત્રિ દિવસ, સમ્યગ્દષ્ટ જીવને તીર્થંકર નામ સહિત ઓગણત્રીસ નામકર્મની પ્રકૃતિઓનો બંધ, નારકી અને દેવોની ઓગણત્રીસ પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિ તથા ઓગણત્રીસ ભવ કરી મોક્ષે જનારા જીવો વગેરેનો ઉલ્લેખ છે.
१
I
एगुणतीसइविहे पावसुयपसंगे पण्णत्ते । तं जहा - भोमे उप्पाए सुमिणे अंतलिक्खे अंगे सरे वंजणे लक्खणे । भोमे तिविहे पण्णत्ते । तं जहा - सुत्ते वित्ती वत्तिए । एवं एक्केक्कं तिविहं । विकहाणुजोगे विज्जाणुजोगे मंताणुजोगे जोगाणुजोगे अण्णतित्थियपवत्ताणुजोगे ।
૫.
9.
ભાવાર્થ :- પાપોનું ઉપાર્જન કરાવનાર પાપશ્રુત શાસ્ત્રોના ઓગણત્રીસ પ્રકાર છે, જેમ કે– (૧) ભૂમિ શાસ્ત્ર ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪) અંતરિક્ષ શાસ્ત્ર (પ) અંગ શાસ્ત્ર (૬) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. ભૂમિશાસ્ત્રના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સૂત્ર (૨) વૃત્તિ (૩) વાર્તિક. એવી રીતે પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે. [તે મળીને ૮×૩=૨૪ ભેદ થયા] (૨૫) વિકથાનુયોગ (૨૬) વિદ્યાનુયોગ (૨૭) મંત્રાનુયોગ (૨૮) યોગાનુયોગ (૨૯) અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ.
વિવેચન :
૧. ભૌમશ્રુત– ભૂમિના વિકાર, ધરતીકંપ વગેરેના ફળનું વર્ણન કરનારું નિમિત્ત શાસ્ત્ર. ઉત્પાતશ્રુત— અકસ્માત, લોહીની વર્ષા વગેરે ઉત્પાતોના ફળ બતાવનારું નિમિત્તશાસ્ત્ર. સ્વપ્ન શ્રુત– શુભ અશુભ સ્વપ્નના ફળનું વર્ણન કરનારું શ્રુત.
૨.
૩.
૪.
અંતરિક્ષ શ્રુત– આકાશમાં ફરતાં ગ્રહના યુદ્ધ, તારાનું ખરવું અને સૂર્યગ્રહણ થવું, વગેરે ગ્રહણ, ગ્રહોપરાગ વગેરેનું ફળ બતાવનારું શ્રુત.
અંગ શ્રુત– શરીરના ન્યુનાધિક અંગોપાંગ, અને આંખો ફરકવી વગેરેના ફળ બતાવનાર શ્રુત. સ્વરશ્રુત– મનુષ્યો, પશુ–પક્ષીઓ અને લાકડાં, પત્થર વગેરેમાંથી નીકળતા અવાજના ફળને બતાવનાર શ્રુત.