________________
અઠ્યાવીસ સમવાય
| १४१ ।
अट्ठावीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु देवाणं अत्थेगइयाणं अट्ठावीसं पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપુથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અઠ્યાવીસ પલ્યોપમની છે. અધસપ્તમ સાતમી નક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અઠ્યાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઠ્યાવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ અઠ્યાવીસ પલ્યોપમની છે.
८ उवरिमहेट्ठिमगेवेज्जयाणं देवाणं जहण्णेणं अट्ठावीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा मज्झिमउवरिमगेवेज्जएसु विमाणेसु देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं अट्ठावीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा अट्ठावीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसि णं देवाणं अट्ठावीसाए वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- ઉપરિમ અધતન (સાતમાં) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ અઠ્યાવીસ સાગરોપમની છે. જે દેવ મધ્યમ ઉપરિમ (છઠ્ઠા) રૈવેયક વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઠ્યાવીસ સાગરોપમની છે. તે દેવ અઠ્યાવીસ અર્ધમાસે (ચૌદ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને અઠ્યાવીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. |९संतेगइया भवसिद्धिया जीवा जे अट्ठावीसाए भवग्गहणे हिं सिज्झिस्सति, बुज्झिस्सति मुच्चिस्सति परिणिव्वाइस्सति सव्वदुक्खाणमंत करिस्सति । ભાવાર્થ :- કેટલાક ભવ્યસિદ્ધિક જીવો અઠ્યાવીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-ર૮ સંપૂર્ણ